રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2022 (19:09 IST)

ભારતના આ રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગત દિવાળીથી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ મૂકી દીધો છે જેને હટાવવા માટે ભાજપ નેતા મનોજ તિવારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. મનોજ તિવારીને અરજી પર સુનાવણી કરતા સુપ્રીમની એમ આર શાહની ખંડપીઠે સ્પસ્ટ કહ્યું કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં લાગેલો ફટાકડા પ્રતિબંધ અમે હટાવવાના નથી
 
પ્રદૂષણને લઈને જસ્ટિસના આકરા પ્રહાર 
ફટાકડાં પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરતા જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે મનોજ તિવારીને કહ્યું કે તમને ખબર છે કે પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં કેટલું પ્રદૂષણ ફેલાયું છે અને આવી સ્થિતિમાં ફટાકડાં ફોડવાની જરા પણ પરમિશન ન આપી શકાય. તમારી અરજી પર ફરી ક્યારેક સુનાવણી કરીશું