શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 ઑક્ટોબર 2022 (10:23 IST)

Madhya Pradesh: મુસાફરોથી ભરેલી બસ બૂમાબૂમ કરતા નાળામાં પલટી, જીવ બચાવવા લોકો બારી તોડી બહાર આવ્યા

મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રાજસ્થાનના કૈલાદેવી મંદિરથી દર્શન કર્યા બાદ મુસાફરો બસમાં વિજયપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે બસ શ્યોપુર જિલ્લામાં વહેતા નાળામાં પલટી ગઈ હતી. બસમાં 50 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ બૂમો પડયો હતો. કેટલાક મુસાફરો બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા. 20 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાં નવ લોકોને વિજયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિજયપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કલમ 279, 337 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
 
મળતી માહિતી મુજબ, આ અકસ્માત જિલ્લાના વિજયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉનપચા ગામ પાસે થયો હતો. અહી વરસાદના કારણે વરસાદી નાળા ઉભરાઈ ગયા હતા. પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું. સબલગઢથી વિજયપુર જઈ રહેલી બસ (MP06-P0765) શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે પસાર થઈ રહી હતી. પાણીના કારણે મુસાફરોએ બસ ચાલકને પણ રોકવાનું કહ્યું હતું, પરંતુ ડ્રાઈવરે બસને કલ્વર્ટ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને થોડે દૂર જઈને બસ નાળામાં પલટી ગઈ હતી. બસમાં 50 મુસાફરો સવાર હતા.