બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 જૂન 2019 (10:26 IST)

ઓપરેશનના ભયથી 11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા !!

દરેકને બાળપણમાં ક્યારેક ને ક્યારેક ઈંજ્કેશનનો ભય તો જરૂર રહે છે. પણ જેમ જેમ વય વધે છે આ ભય ખતમ થતો જાય છે. જો કે માત્ર આ ભયને કારણે જે એક છોકરીએ ખુદનો જીવ લઈ લીધો છે.  ઉલ્લેખનીય છે કે આ છોકરીના જીભ નીચે ગાઠ હોવાથી તેનુ ઓપરેશન કરીને તેને કાઢવી પડશે એવી ડોક્ટરની અને તેના માતા-પિતા વચ્ચેની વાત સાંભળીને ગભરાયેલી 11 વર્ષનીએ માસુમ બાળકીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાની એક હ્રદયદ્રાવક ઘટના  અંબાજોગાઈ શહેરના પારલી વેસ ક્ષેત્રમાં બની.  આ છોકરીનુ નામ પ્રિયા સુભાષ લોઢે (ઉંમર 11 વર્ષ, શાહ નગર પારલી વેસ ક્ષેત્ર અંબનોગાઈ) છે. 
 
થોડા દિવસ પહેલા જ પ્રિયાની જીભ નીચે એક ગાંઠ બની ગઈ હતી.  જેને કારણે તેને તેન અપિતા ડોક્ટર પાસે લઈને ગયા હતા. ડોક્ટરે તેનુ ચેકઅપ કર્યુ. તેમણે તેના પિતાને જણાવ્યુ કે આ ગાંઠ ઓપરેશન કરીને કાઢવી પડશે.  તેમની આ વાતચીત પ્રિયાએ સાંભળી.  જ્યારપછી તેનુ ઓપરેશન થશે એ કલ્પના માત્રથી તેને ડર લાગવા માંડ્યો. જે કારણે તેને દિવાલની આડમાં દુપટ્ટા વડે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.  જ્યારે તેની માતાએ આ જોયુ તો તેને બૂમાબૂમ કરીને આસપાસના લોકોને બોલાવ્યા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. આ ઘટના પછી આ વિસ્તારમાં સનસની ફેલાય ગઈ છે.