રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર , મંગળવાર, 5 માર્ચ 2019 (10:11 IST)

J&K - ત્રાલ એનકાઉંટરમાં સુરક્ષા બળોએ ઠાર કર્યા 2 આંતકવાદી, સેનાનુસ સર્ચ ઓપરેશન ચાલુ

. જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના ત્રાલ ક્ષેત્રમાં મંગવારે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં બે આતંકવાદી માર્યા ગયા. સત્તાવર સૂત્રો મુજબ રાષ્ટ્રીય રાઈફલ્સ(આરઆર), જમ્મુ-કશ્મીર પોલીસના વિશેષ અભિયાન સમુહ (એસઓજી) અને કેન્દ્રીય રિઝર્વ બળ (સીઆરપીએફ)ના જવાનોની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીની ગુપ્ત સૂચના મળ્યા પછી ત્રાલનામીર મોહલ્લામાં સોમવારે સાંજે ઘેરાબંદી અને શોધ અભિયાન શરૂ કર્યુ હતુ. સુરક્ષાબળોના જવાન વિસ્તારમાં વધવા લાગ્યા ત્યારે આતંકવાદીઓએ સ્વચાલિત હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોએ પણ ગોળીઓ ચલાવી.
 
તેમણે જણાવ્યુ કે મંગળવારની સવારે સુરક્ષાબળોએ ક્ષેત્રમાં ફરી શોધ અભિયાન શરૂ કર્યો. જે મકાનની અંદરથી આતંકવાદી ગોળીબાર કરી રહ્યા હતા તેને સુરક્ષા બળોએ વિસ્ફોટથી ઉડાવી દીધો. જ્યારબાદ મકાનમાં આગ લાગી ગઈ. આ મુઠભેડમાં એક આતંકવાદી મર્યો ગયો. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ બે-ત્રણ આતંકવાદી આ ક્ષેત્રમાં છિપ્યા હોઈ શકે છે. આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસને નિષ્ફળ કરવા માટે વધુ સુરક્ષાબળના જવાનોને ક્ષેત્રમાં ગોઠવ્યા છે. અંતિમ રિપોર્ટ મળતા સુધી અભિયાન ચાલુ હતુ.