ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 27 મે 2024 (09:19 IST)

વાવાઝોડું 'રેમલ' નબળુ પડી ગયુ, બંગાળના કાંઠે 135KMની ઝડપે ત્રાટક્યું

cyclonr remel- ચક્રવાતી તોફાન 'રેમાલ' નબળું પડ્યું છે. વાવાઝોડું રેમાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરીને ઉત્તર-પૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.


 
રેમલ વાવાઝોડું રવિવાર રાત્રે પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રાટક્યું હતું.
 
આ ચક્રવાતી તોફાનને જોતા લાખો લોકોને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. બંગાળ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં આને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.