સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 14 જૂન 2018 (10:35 IST)

દાતી મહારાજ કેસ - રેપ પહેલા સફેદ કપડા પહેરાવવામાં આવતા - પીડિતા

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી તેમની શિષ્યાએ પોલીસ અને કોર્ટ સામે પોતાના નિવેદનમાં કહ્યુ કે તેની સાથે ત્રણ દિવસ સુધી સતત દુષ્કર્મ અને કુકર્મ કરવામાં આવ્યુ. દરેક વખત દાતી મહારાજ પાસે મોકલતા પહેલા તેને સફેદ કપડા પહેરાવવામાં આવતા. 
 
પીડિત શિષ્યાએ પોલીસને આપેલ પોતના નિવેદનમાં જણાવ્યુ કે બાબા પોતે દુષ્કર્મ કરવા ઉપરાંત પોતાના નિકટના લોકોની પાસે પણ તેને મોકલતા હતા. સાથે જ જ્યારે બાબા પોતે દુષ્કર્મ કરતા ત્યારે રૂમની બહાર બે મહિલાઓ હાજર રહેતી હતી.  તેમને જ વિરોધ કરવા પર તેનુ માઈંડવૉશ કરવાનુ કામ કર્યુ હતુ. 
 
પીડિતાએ પોલીસને નિવેદનમાં જણાવ્યુ કે તેને જે રૂમમાં મોકલવામાં આવતી હતી, ત્યા લાઈટ પર પણ ટેપ લગાવવામાં આવતી હતી. એ રૂમમાં દાતી મહારાજ પણ થોડા જ કલાકો માટે આવતા હતા. દુષ્કર્મ કર્યા પછી બાબા તેને હંમેશા માટે વાસનામુક્ત કરવાની વાત કહેતા અને પછી રૂમમાંથી બહાર ધકેલી દેતા હતા. 
 
બાબાની પ્રમુખ સેવિકા પોતે પીડિતાને બાબા પાસે લઈને જતી હતે. ત્રણ દિવસ સુધી દુષ્કર્મ કર્યા પછી બાબાએ તેને કહ્યુ કે હવે તારી પૂજા પુર્ણ થઈ ગઈ છે.  ત્યારબાદ બાબાએ તેને પોતાના રૂમની બહાર મોકલી દીધી.  ત્યારબાદ અશોક, અનિલ અને અર્જુને તેની સાથે દુષ્કર્મ અને કુકર્મ કર્યુ અને પછી તેને રાજસ્થાન મોકલી દેવામાં આવી.