મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 3 જૂન 2018 (13:19 IST)

ડબ્બૂ અંકલનો ડાંસ, અમેરિકામાં પણ થયો ફેમસ- જાણો કોણ છે ડબ્બૂ અંકલ(See Video)

મધ્ય પ્રદેશના વિદિશાના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવનો ડાંસ વીડિયો વાઈરલ થવા બાદ હવે એક અન્ય વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતીના ડાંસનો છે. વીડિયોમાં એક યુવતી સંજીવ શ્રીવાસ્તવની જેમ જ ડાંસ કરતી દેખાય છે. યુવતી દ્વારા પ્રોફેસર જેવા જ ડાંસ સ્ટેપ કરાઈ રહ્યા છે.
 
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વિન્ડોમાં પ્રોફેસર અને બીજામાં યુવતીને ડાંસ કરતા જોઈ શકાય છે. બંને એક જ જેવા સ્ટેપ્સ કરી રહ્યા છે. વીડિયોમાં યુવતીનું નામ દીપ બ્રાર બતાવાયું છે અને તે અમેરિકાની રહેવાસી છે. આ યુવતી પોતાના નામે યુ-ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે, જેમાં તે પંજાબી 
અને બોલિવૂડ ગીતો પર ડાંસ કરીને વીડિયો પોસ્ટ કરે છે.
 
સોશિયલ મીડિયા પર આજકાલ એક અંકલનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક અંકલ ડાંસ કરી રહ્યા છે. એ અંકલ છે મધ્ય પ્રદેશના વિદિશાના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બૂ અંકલ. થયું  આ કે, ડબ્બૂ અંકલ ગોવિંદાના એક ગીત પર ડાંસ કર્યા પછી વાયરલ વીડિયોથી ફેમસ થઈ ગયા. 
 
આ ડાંસ તેણે ગ્વાલિયરમાં 12મે ને થયા એક લગ્નમાં કર્યું હતું.  અંકલે ફિલ્મ ખુદગર્જનું ગીત "આપ કે આ જાને" સે પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેમજ આ લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 
 
એ અંકલ છે મધ્ય પ્રદેશના વિદિશાના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉમરં 46 વર્ષની છે. ડબ્બૂ જી ભોપાલની ભાભા ઈંજીનિયરિંગ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટઆં પ્રોફેસર રીતે કાર્યરત છે. સંજીવ(ડબ્બૂ) જણાવે છે કે એ ગોવિંદા અને મિથુનના બહુ મોટા ફેંક છે. 
 
આ ડાંસથી અંકલજીએ રેમો ડિસોજા થી લઈન રવીના સુધી તેમના ફેન બની ગયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વીટ કરીને તેમનો આભારવ્યક્ત કરતા કહ્યું કે તેઓ આમારા રાજ્યનાં પ્રમુખ છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી હોવાથી સંજીવ બહુ ખુશ છે.
 
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોથી અમેરિકાની એક ડાંસર યુવતીને અંકલના ડાંસને કૉપી કરી રહી છે. બંને એક જ જેવા સ્ટેપ્સ કરી રહ્યા છે. ડાંસરનુ નામ દીપ બ્રાર છે અને તે અમેરિકાની રહેવાસી છે. લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. (Source Youtube)