ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (10:46 IST)

ખેડૂત આંદોલન LIVE: માર્ગ પર ફેંકી શાકભાજીઓ, મંદસૌરમાં દૂધ સપ્લાય પણ રોક્યુ

બે દિવસની બેંકોની હડતાલ પુરી થયા પછી હવે દેશભરના 22 રાજ્યોના ખેડૂતો પોતાની માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. પંજાબ અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં એક જૂનથી મતલબ આજથી ખેડૂતેઓ આંદોલન શરૂ કર્યુ છે.  ઉલ્લેખનીય છે ખેડૂત યૂનિયને પોતાની માંગને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ 10 દિવસીય ખેડૂત આંદોલનનુ આહ્વવાન કર્યુ છે.  સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોને શાકભાજી અને દૂધને શહેર ન મોકલવાનુ એલાન કર્યુ છે. 
 
આ આંદોલનના માટે દેશભરના ખેડૂતો એકજૂથ થઈ ગયા છે અને એલાન કર્યુ છે કે હડતાળ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાંથી ફળ, શાકભાજી, દૂધ અને અન્ય સામાન શહરો સુધી પહોંચવા દેશે નહીં. ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે આ હડતાળ 10 જૂન સુધી ચલાવશે   જો સરકારે તેમની માગણીઓ ન સ્વીકારી તો આવનારા સમયમાં હડતાળ આગળ ખેંચાઈ શકે છે.
LIVE UPDATES...
 
- મંદસૌરમાં સમગ્ર શહેરમાં પોલીસ ગોઠવવામાં આવી છે. જેથી ખેડૂત આંદોલન દરમિયાન શાંતિ કાયમ રહી શકે 
- આંદોલનકારીઓને પહોંચી વળવા માટે પોલીસ તૈયાર છે. નક્કી કરાયેલા 35 જિલ્લાઓમાં 10 હજાર લાઠીઓ સાથે હેલમેટ, ચેસ્ટગાર્ડ ફાળવી દેવાયા છે. 
 
- ખેડૂતો આ આંદોલન દરમિયાન આજથી  ફળ, દૂધ, શાકભાજી તથા અન્ય જરૂરી સામાન ગ્રામીણ વિસ્તારોમાંથી શહેર તરફ મોકલવાનું બંધ કરી દેશે.
- ગયા વર્ષે આંદોલન દરમિયાન 6 જૂનના રોજ મંદસૌર ગોળીકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.
 
-  10 જૂન એટલે કે આંદોલનના છેલ્લા દિવસે ખેડૂતો સમગ્ર ભારતમાં બંધનું આહ્વાન કરશે.
 
એક રિપોર્ટ અનુસાર, આ આંદોલનમાં ખેડૂતો ગયા વર્ષ જેવી હિંસા નથી ઇચ્છતા, મંદસૌરના ખેડૂતોનું કહેવું છે કે, 'અમે આ વખતે કોઇ એવી ઘટના નથી ઇચ્છતા, જેનાથી કોઇ નુકશાન થાય, અમે બંધ પાળ્યુ છે અને અમે ઘરમાં રહીને આનું સમર્થન કરીશું.'  ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સ્વામીનાથન કમીશનને લાગુ કરવા અને દેવુ માફ કરવા સહિતની કેટલીય માંગોને લઇને હડતાળ કરી રહ્યાં છે. ખેડૂતોની આટલી લાંબી હડતાળની લઇને લોકોની મુશ્કેલીઓ તો વધશે સાથે સરકાર માટે પણ મુશ્કેલીઓ ઉભી થશે.