સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (16:57 IST)

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન મધ્યપ્રદેશના નરસિંહપુરમાં થઈ ગયો છે. શંકરાચાર્ય દ્વારકાપીઠના શંકરાચાર્ય હતા.

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે નિધન થયું છે. જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.