બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 જાન્યુઆરી 2025 (13:21 IST)

Delhi Election - BJP એ જાહેર કર્યુ ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ, જુઓ બધાના નામ

delhi election
delhi election
 
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપીએ ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમા 29 ઉમેદવારોના નામ છે. બીજેપીની આ લિસ્ટમાં કેજરીવાલ વિરુદ્ધ પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. બીજી બાજુ આતિશિ વિરુદ્ધ રમેશ બિઘૂડીને તક મળી છે. બીજેપીએ ગાંધીનગરથી કોગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલ અરવિંદ સિંહ લવલીને ટિકિટ આપી છે. આ ઉપરાંત માલવીય નગરથી બીજેપીના અધ્યક્ષ રહી ચુકેલા સતીશ ઉપાધ્યાયને ટિકિટ મળી છે. 
 
બીજેપીની લિસ્ટ મુજબ દિલ્હીની વિજવાસન સીટ પરથી કૈલાશ ગહલોતને ટિકિટ મળી છે. જેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડીને બીજેપી જોઈન કર્યુ હતુ. બીજી બાજુ પટપડગંજ વિધાનસભા સીટ પરથી રવિન્દ્ર નેગીને ટિકિટ મળી છે. જેમણે અગાઉ વિધાનસભા ચૂંટણીમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ સારી લડાઈ લડી હતી અને આ વખતે મનીષ સિસોદિયાને સીટ છોડવા મજબૂર કરી દીધા.