શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 21 જાન્યુઆરી 2018 (10:45 IST)

Delhi ના બવાના આગનું તાંડવ, 17ના દર્દનાક મોત, લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, રાષ્ટ્રપતિ-PM-CM એ દુ:ખ વ્યક્ત કર્યું

રાજધાની દિલ્હીના બવાના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં શનિવારની રાત્રે 3 ફેકટરીઓમાં ભીષણ આગ લાગી. આગથી 17 લોકોના મોત થઇ ગયા છે જ્યારે કેટલાંય લોકો ઘાયલ છે. મળતી માહિતી પ્રમાણે આગ ફટાકડા, પ્લાસ્ટિક અને કાર્પેટ ફેકટરીઓમાં લાગી હતી. મૃતકોમાં 8 મહિલાઓ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.પોલીસે જણાવ્યું કે આગ ફટાકડા, પ્લાસ્ટિક અને ઓઈલ ફેક્ટરીઓમાં શનિવારે બપોરે 3.30 વાગ્યે લાગી હતી. આગ એક ફેક્ટરીથી બીજી ફેક્ટરીમાં ફેલાતી ગઈ.
 
દિલ્હીમાં ત્રણ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા 17 લોકોના દર્દનાક મોત થયા. આ લોકોને બચવા માટે ભાગવાની પણ તક મળી નહતી એવું કહેવાય છે. શનિવારે રાતે દિલ્હીના બહારના વિસ્તારમાં બવાના ઔદ્યોગિત ક્ષેત્રમાં એક ફટાકડાના ગોદામમાં ભીષણ આગ લાગી. જેમાં 17 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. અનેક લોકો લાપત્તા હોવાનું પણ કહેવાય છે. દિલ્હી સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિજનોને 5-5 લાખ રૂપિયાની મદદનું એલાન કર્યુ છે. ઘાયલોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. બીજી બાજુ આ ઘટનાને પગલે અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો છે. 
 
પોલીસને મળેલી માહિતી મુજબ આ અગ્નિકાંડમાં 10 મહિલાઓ અને 7 પુરુષોના મોત થયા છે. 
 
લગભગ 12 ગાડીઓએ ચાર કલાકની જદ્દોજહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જાણકારો જણાવે છે કે આ ફેક્ટરી અને ગોદામમાં 50થી વધુ લોકો કામ કરે છે. ત્રણ ફ્લોર પર કામ ચાલે છે. 
 
પહેલા માળ પર 13 અને ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ તથા બેઝમેન્ટમાંથી એક મૃતદેહ મળ્યા છે. તમામ મૃતદેહો ખુબ ખરાબ હાલતમાં છે. એટલા બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.