મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 ડિસેમ્બર 2020 (08:50 IST)

Kisan Andolan - ખેડૂતોની આજે ભૂખ હડતાલ, સરકારે આપ્યુ વાતચીતનુ આમંત્રણ

નવા ખેતી કાયદા  (New Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનુ પ્રદર્શન (Farmer Protest) યથાવત છે. 4 અઠવાડિયાથી દિલ્હીની સીમા અડગ ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી. આ દરમિયાન ખેડૂતોએ આજે એક દિવસીય ભૂખ હડતાલ (Farmers Hunger Strike) નુ પણ એલાન કર્યુ છે. બીજી બાજુ સરકારે ખેડૂતોને ફરીથી વાતચીત માટે આમંત્રણ આપ્યુ છે. સાથે જ કહ્યુ છે કે ખેડૂત પોતાની સુવિદ્યા મુજબ નક્કી કરે. 
 
આજે ખેડુતોની એક દિવસીય ભૂખ હડતાલ
ખેડુતોએ જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે એક દિવસીય રિલે  ભૂખ હડતાલ પર ઉતરશે. આ સાથે  25 થી 27 ડિસેમ્બર દરમિયાન હરિયાણાના હાઇવે પર ટોલ કલેક્શન પણ મફત કરીશું. 23 મી ડિસેમ્બર એટલે કે ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈતે ખેડૂત દિવસના દિવસે લોકોને 23 ડિસેમ્બરના રોજ ઉપવાસ રાખવા અપીલ કરી છે.  સ્વરાજ ભારતના વડા યોગેન્દ્ર યાદવે સિંઘુ બોર્ડર પર એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સોમવારે, તમામ પ્રદર્શન સ્થળોએ ખેડુતો એક દિવસની ભૂખ હડતાલ પર ઉતરશે. અહીંના પ્રદર્શન સ્થળોએ 11 સભ્યોની ટીમ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.