1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (13:22 IST)

Delhi Omicron Variant:દિલ્હીમાં એક દિવસમાં જ બમણા થયા કેસ 10 વધુ નવા દર્દી મળ્યા

Omicron Variant
દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેંદ્ર જૈનએ શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિએંટને લઈને બુલેટિન રજૂ કરાયુ છે. તેમાં તેણે જણાવ્યુ કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા દર્દી મળ્યા છે ત્યારબાદ રાજધામાં આ વેરિંએંટની સંખ્યા 20 થઈ ગઈ છે. પણ તેમાં સૌથી મોટી રાહતની વાત આ છે કે કુળ 20 ઓમિક્રોન સંક્રમિતોમાંથી 10 ડિસ્ચાર્જ થઈ ગયા છે. 
દિલ્હીમાં ગુરુવારે સામે આવ્યા હતા બે નવા દર્દી 10 દિવસમાં 10 ગણુ વધારો 
ગુરુવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ દેખાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે. 
 
વિદેશથી આવેલા કુલ 74 લોકોને અત્યાર સુધીમાં દિલ્હી એરપોર્ટથી LNJPમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 36ને રજા આપવામાં આવી છે, 38 દર્દીઓ હવે હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 35 કોરોના દર્દીઓ છે, જેમાંથી 5 ઓમિક્રોન પોઝિટિવ છે અને 3 શંકાસ્પદ છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.