શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 30 જૂન 2023 (13:02 IST)

મેટ્રો સ્ટેશનથી દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી

pm modi in delhi metro
દિલ્હી: PM મોદીની મેટ્રોમાં મુસાફરી -વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો અને દિલ્હી યુનિવર્સિટી કમ્પ્યુટર સેન્ટર, ફેકલ્ટી ઑફ ટેક્નોલોજી બિલ્ડિંગ અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો.

આ બિલ્ડીંગો યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવશે. યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા આવેલા પીએમ મોદીનું સરસ્વતી વંદના સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
 
આ પહેલા વડાપ્રધાને યુનિવર્સિટીની અત્યાર સુધીની સફર પર એક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાને મેટ્રોમાં સવારી કરી હતી. તેમણે લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનથી દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી. આ દરમિયાન વડાપ્રધાન મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.