શનિવાર, 6 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (10:56 IST)

ભાગલા: બે ભાઈઓનું 74 વર્ષે મિલન- કરતારપુર કોરિડોર પર બે ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા

Divide: Two brothers reunite at 74 years
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત કરતારપુર ગુરુદ્વારા દરબાર સાહિબમાં ભારત અને પાકિસ્તાન બંનેના શ્રદ્વાળુઓ અવારનવાર આવે છે.  તાજેતરમાં કરતારપુર કોરિડોર પર બે ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા છે. 
 
આમાંથી એક ભાઈ ભાગલા પછી ભારતમાં સ્થાયી થયો હતો અને બીજો ભાઈ પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો.
 
 80 વર્ષીય મોહમ્મદ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે. ભાજન સમયે તેઓ તેમના પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમનો ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. પરંતુ તાજેતરમાં કરતારપુર કોરિડોરમાં આ બંને ભાઈઓ 74 વર્ષ પછી મળ્યા છે.