1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (15:35 IST)

UP Election 2022: યૂપી ચૂંટણી માટે ભાજપાનો માસ્ટર સ્ટ્રોક, રામ મંદિર નિર્માણની લહેરમાં યોગી અયોધ્યાથી લડશે ચૂંટણી

'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે'

વિધાનસભા ચૂંટણીમાં રામ મંદિર નિર્માણની લહેર વહાવી રહેલા ભાજપના રાષ્ટ્રવાદને ધાર આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપની સાથે મુખ્યમંત્રીની નિકટના લોકોએ અયોધ્યામાં યોગી માટે ચૂંટણી મેદાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ બુધવારે ભાજપની કોર કમિટીની બેઠકમાં યોગીને અયોધ્યાથી ચૂંટણી લડાવવા માટે સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. સાથે જ ટોચના નેતૃત્વએ પણ યોગીને અયોધ્યાથી લડવા માટે મંજૂરી આપી દીધી છે.

 
વિધાનસભા ચૂંટણીમાં ભાજપા 80 વિરુદ્ધ 20 ના નારા સાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ અને ભવિષ્યમાં મથુરામાં કૃષ્ણ જન્મભૂમિમાં મંદિર નિર્માણને મુદ્દો બનાવી રહી છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સત્તા સંભાળવાની સાથે જ અયોધ્યાને તેમની ટોચની પ્રાથમિકતામાં મુક્યુ. યોગીએ દર વર્ષે દિવાળી પર અયોધ્યામાં દીપોત્સવના આયોજનની સાથે અયોધ્યાના ઘાટ, મંદિરો સહિત સમગ્ર અયોધ્યાના વિકાસ પર ભાર મૂક્યો છે.
 
ચૂંટણીમાં અયોધ્યા અને રાષ્ટ્રવાદના નામે ધ્રુવીકરણ કરવા માટે ભાજપે યોગીને અયોધ્યાથી ચૂંટણી લડાવવાની તૈયારી કરી લીધી છે. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે સીએમ યોગીની અયોધ્યાથી ચૂંટણી લડવાથી દેશમાં સારો સંદેશ જવા ઉપરાંત અવધ અને પૂર્વાંચલની સીટો પર પણ ભાજપાને બઢત મળશે. 
...તો ગીત એકદમ ફિટ બેસશે 
 
યોગીએ અયોધ્યાથી ચૂંટણી લડશે તો ભજન ગાયક કન્હૈયા મિત્તલ દ્વારા ગાયેલું ભજન 'જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે' ગીત... ભજન ફિટ બેસશે. ચૂંટણીમાં ભાજપ આ ભજન દ્વારા પ્રચાર કરી રહી છે.
 
કાશીથી મોદી, અયોધ્યાથી યોગી
 
PM નરેન્દ્ર મોદી કાશીથી સાંસદ છે, 2014માં મોદીએ યુપીને જીતવા માટે કાશીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. 2014 અને 2019માં તેમનો પ્રયોગ સફળ રહ્યો હતો. કાશી અને અયોધ્યા બહુમતી સમાજના આસ્થાના કેન્દ્રો છે. હવે ભાજપ યોગીને અયોધ્યાથી ચૂંટણી લડાવીને પોતાની બહુમતી વોટબેંકને સાધવા માંગે છે.
 
કેશવ પણ લડી શકે છે ચૂંટણી 
 
ભાજપ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને પણ કૌશામ્બીની સિરાથુ સીટ અથવા પ્રયાગરાજથી ચૂંટણી લડાવી શકે છે.