મંગળવાર, 16 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (12:28 IST)

PM Security Breach:સુપ્રીમ કોર્ટએ બનાવી તપાસ કમિટી, પૂર્વ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા કરશે અધ્યક્ષતા, શોધાશે આ 3 સવાલોના જવાબ

PM Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક  (PM Security Breach) ની બાબતમાં સુપ્રીમ કોર્ટ એ બુધવારે એક તપાસ કમિઠીની રચના કરી છે. જેની અધ્યક્ષતા પૂર્વ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા કરશે. કમિટી જોશે કે પીએમની સુરક્ષામાં શુ ચૂક થઈ, તેના માટે કોણ જવાબદાર છે અને એવી ઘટના ફરી ન થાય તેના માટે ભવિષ્યમાં શું કરાશે આ ફેસલો સીજેઆઈ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચએ સંભળાવ્યો છે. એક બાજુ તપાસના દોષારોપણને દૂર કરવા માટે તપાસ સમિતો બનાવી છે. 
 
સુપ્રીમ કોર્ટની કમિટીમા જજ ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, ડીજી એનઆઈએ અથવા તેમના દ્વારા નામાંકિત કોઈપણ અધિકારી (આઈજી રેન્કથી ઓછા નહીં) સામેલ છે. ચંદીગઢ પોલીસના ડીજી અને પંજાબના એડીજીપી (સુરક્ષા)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એકતરફી તપાસના દોષને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમિતિ વહેલી તકે પોતાનો રિપોર્ટ દાખલ કરશે.