શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (12:46 IST)

ડોક્ટરે ડિલીવરી દરમિયાન ભૂલથી કાપ્યુ નવજાતનુ ગળુ, માતા અને નવજાતનુ મોત

બિહારના ખગડિયા જીલ્લામાં ડિલીવરી ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીને કારણે નવજાતનુ ગળુ કપાય ગયુ. ઘટનામાં બાળક અને ઓપરેશન દરમિયાન બાળકની માતાનુ મોત થઈ ગયુ. ઘટના જીલ્લાના મહેશખૂંટના એક ખાનગી ક્લીનિકમાં મંગળવારે બની. ઘટના પછી પરિવારના લોકોએ પ્રસવ દરમિયાન ડોક્ટર દ્વારા બેદરકારી રાખવાના આરોપ લગાવતા હોસ્પિટલમાં હંગામો કરતા એનએચ 107ને જામ કરી દીધો. સૂચના મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલા અધિકારીઓ અને પોલીસ ટીમે કાર્યવાહીનુ આશ્વાસન આપતા મહેશખૂંટ સ્થિત ટાટા ઈમરજેંસી હોસ્પિટલને સીલ કરી દીધી. બીજી બાજુ પીડિતની ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. 
 
નવજાતનુ ગળુ કાપીને ઘડથી છુટ્ટુ કરી દેવામાં આવ્યુ. 
સૂત્રોના જણાવ્યા મુજબ પસરાહા પોલીસ સ્ટેશન વિસ્તારના મહદીપુરમાં નિવાસી અમિત કુમારની પત્ની ચાંદની દેવી 11 જાન્યુઆરીએ પ્રસવ માટે રેફરલ હોસ્પિટલ ગોગરી ગઈ હતી, પરંતુ બાળક ઉંધુ હોવાને કારણે ત્યા હાજર એએનએમે સારી સારવાર માટે મહેશકુંટની ટાટા ઇમરજન્સી હોસ્પિટલમાં પ્રસવ માટે મોકલી દીધી.  ત્યારબાદ હોસ્પિટલ આવતાની સાથે જ ડોક્ટરે સર્જરી દ્વારા ડિલીવરી કરવાની વાત કરી. 
 
પીડિત પરિવારના લોકોએ જણાવ્યુ કે ટાટા ઈમરજેંસી હોસ્પિટલમાં ડોકટરએ ઓપરેશન બદલામાં એક લાખ રૂપિયાની માંગ કરઈ. ત્યારબાદ સવારે મહિલાની પ્રસુતિ કરાવવાની વાત કરી. ત્યારબાદ પીડા વધતા રાત્રે જ મહિલાની પ્રસુતિ કરાવવાની શરૂ કરી. આ દરમિયાન બાળકના શરીરનો નીચેનો ભાગ બહાર આવી ગયો. માથુ બહાર ન આવી શકવાને કારણે નવજાતનુ ગળુ કાપીને ઘડથી અલગ કરી દેવામાં આવ્યુ.  પછી મહિલાના પેટનુ ઓપરેશન કરી બાળકનુ કપાયેલુ માથુ બહાર કાઢવામાં આવ્યુ. ઓપરેશનના થોડીવાર પછી જ મહિલાનુ મોત થઈ ગયુ.  જો કે આ દરમિયાન ડોક્ટરે ચાલાકી બતાવતા પ્રસૂતાની હાલત ગંભીર હોવાની વાત કહી તેને અન્ય હોસ્પિટલમાં રેફર કરઈ. એ લોકો દર્દીને લઈને બેગૂસરાય માટે રવાના થઈ ગયા. આ દરમિયાન રસ્તામાં જોયુ કે ચાંદનીનુ મોત થઈ ગયુ છે. 
 
ત્યારબાદ દર્દીઓએ બોડીને લઈને ફરી મહેશખૂંટ સ્થિત ટાટા ઈમરજેંસી હોસ્પિટલ પહોચ્યા અને હંગામો શરૂ કર્યો. બીજી બાજુ ઘટનાની સૂચના મળતા ગોગરી એસડીઓ સુભાષચંદ્ર મંડળ, સીઓ રવિંદ્રનાથ પોલીસ બળ લઈને આક્રોશિત પરિવારને યોગ્ય પગલા લેવાનુ આશ્વાસન આપીને શાંત કરાવ્યા. બીજી બાજુ હોસ્પિતલ સંચાલક ડૉ. પ્રિયરંજને કહ્યુ કે દર્દીને રેફર કરી દેવામાં આવી હતઈ. રેફર કર્યા પછી ઘટના બની છે.  આરોપ બેબુનિયદ છે. બીજી બાજુ એસડીઓ સુભાષચંદ્ર મંડળે જણાવ્યુ કે મહેશખૂંટ સ્થિત ટાટા ઈમરજેંસી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. બીજી બાજુ પીડિતની અરજી પર પોલીસ મથકે એફઆઈઆર  નોંધાવી છે.