સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (07:49 IST)

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પત્ની અને PS નુ મૃત્યુ

Shripad Naik
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકની પત્ની વિજયા નાયકનું કાર અકસ્માતમાં નિધન થયું છે.કેન્દ્રીય પ્રધાન પોતે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામને ગોવાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રીપદ નાયક કેન્દ્રમાં આર્યુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી તેમજ રક્ષા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન છે.
 
કાર ખીણમાં ખાબકી
 
ન્યુઝ એંજસી એએનઆઈના જણાવ્યા અનુસાર શ્રીપદ નાઈક તેમના પરિવાર સાથે યેલ્લાપુરથી કારમાં ગૌકર્ણ જઈ રહ્યા હતા. તેમની કાર ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલા તાલુકા નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.  નાયકની કાર હોસકંબી ઘાટ નજીક ખાડામાં પડી હતી. કારમાં ડ્રાઈવર સહિત ચાર લોકો હતા. આ ઘટનામાં નાઈકની પત્ની વિજયા નાયક અને મંત્રીના અંગત સચિવ (પીએસ) દીપકનું મોત નીપજ્યું હતું. નાયક ​​ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરી હતી અને સારવારની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જરૂર પડે તો નાયકને એર એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક દિલ્હી લાવવામાં આવે.