ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (08:18 IST)

આસામથી દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

Earthquake felt from Assam to Delhi-NCR
આસામમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ
 
આસામના મોરીગાંવ જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
 
ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, આ ઘટના એટલી વહેલી સવારે બની હતી કે કેટલાક લોકો સૂઈ ગયા હોવાથી તેમને ખ્યાલ પણ ન આવ્યો.
 
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું
છેલ્લા એક મહિનામાં 20 થી વધુ વખત ભૂકંપના આંચકાઓથી ધરતી ફરી એક વખત હચમચી ગઈ છે. દરરોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આસામમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવમાં 16 કિલોમીટરની ઊંડાઈએ હતું. શું તમે જાણો છો કે આસામ એવું રાજ્ય છે જે સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. ભૂકંપના આવા આંચકા અવારનવાર ત્યાં અનુભવાય છે.