શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2017 (12:47 IST)

Live - 5 રાજ્યોમાં ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચના રોજ જાહેર કરાશે

ચૂંટણી પંચે બુધવારે એક સંવાદદાતા સંમેલનમાં પાંચ રાજ્યોમાં થનારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. ચૂંટણી પંચના મુખ્ય પ્રમુખ નસીમ બેદીએ કહ્યુ... 


 

- પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. સાતમા ચરણમાં સાત જીલ્લાની 40 સીટો પર 8 માર્ચના રોજ વોટિંગ થશે. 
- છઠ્ઠા ચરણમાં સાત જીલ્લાની 49 સીટો પર વોટિંગ 4 માર્ચના રોજ થશે 
- પાંચમાં ચરણમાં 52 સીટો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી 
- યૂપીમાં ચોથા ચરણની ચૂંટણી 53 સીટો પર 23 ફેબ્રુઆરીએ 
- ચોથા ચરણમાં બુદેલખંડ ઈલાહાબદ સહિત 12  જીલ્લાની ચૂંટ્ણી  
- ત્રીજા ચરણમાં લખનૌ કાનપુર સહિત 12 જીલ્લામાં ચૂંટણી 
- યૂપીની ત્રીજા ચરણની ચૂંટણી 69 સીટો પર 19 ફેબ્રુઆરીએ 

- યૂપીની બીજા ચરણમાં 67 સીટો પર ચૂંટણી 15 ફેબ્રુઆરીએ 
- ગાજિયાબાદ નોએડા સહિતના 15 જીલ્લામાં વોટિંગ 11 ફેબ્રુઆરીએ 
- પ.યૂપીમાં પ્રથમ ચરણમાં 73 સીટો પર ચૂંટ્ણી 11 ફેબ્રુઆરીએ 
- યૂપીમા 403 સીટો પર 7 દિવસ વોટિંગ 
- મણિપુરમાં બીજી ચૂંટણી 8 માર્ચના રોજ 
- મણિપુરમાં પ્રથમ વોટિંગ 4 માર્ચના રોજ 
- મણિપુરમાં બે દિવસ ચૂંટણી 
- ઉત્તરાખંડમાં 15 ફ્રેબ્રુઆરીના રોજ ચૂંટણી 
- ગોવા પંજાબમાં 8 ફેબ્રુઆરીથી નામાંકન 
- પંજાબમાં 4 ફેબ્રુઆરીએ વોટિંગ 
- 5 રાજ્યોમાં ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે.
- બેંક એકાઉંટ ખોલીને ઉમેદવાર ખર્ચ કરી શકશે 
- સ્થાનિક પોલીસ સાથે અર્ધસૈનિક બળ પણ ગોઠવાશે 
- પાર્ટી ઉમેદવાર
- 20 હજારનુ ડોનેશન લોન ચેક ડ્રાફ્ટથી લેવુ પડશે 
- 20 હજારથી વધુનો ખર્ચ ચેક કરવો પડશે 
-  ઉમેદવાર માટે નવા નિયમો - વીજળી પાણી વગેરે પર કશુ પણ બાકી નથી તેનુ સર્ટિફિકેટ જરૂરી 
- કેટલા સ્થાન પર મહિલાઓ માટે જુદા બૂથ 
- અનેક રાજ્યુઓમાં ઈવીએમ પર ઉમેવારના નામ સાથે ફોટો પણ બતાવવામાં આવશે. 
- ઈવીએમ પર નોટાનો પણ ઉપયોગ કરી શકે છે ઉમેદવાર 
- કુલ 1 લાખ 85 હજાર બૂથ બનાવવામાં આવશે 
- આજથી ચૂંટણી આચાર સંહિતા લાગૂ 
- નામાંકન વખતે ઉમેદવારે ફોટો આપવો જરૂરી છે 
- 1 લાખ 85 હજાર મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે
- બધા મતદાતાઓને રંગીન વોટર ગાઈડ ચબરખી સાથે આપવામાં આવી રહી છે. 
- મતદાતાઓને રંગીન વોટર ગાઈડ આપવામાં આવશે 
- પાંચ રાજ્યોની 690માંથી 133 સીટો સુરક્ષિત 
- 16 કરોડથી વધુ મતદાતા વોટ નાખશે 
- 5 રાજ્યોની 690 સીટો પર ચૂંટણી કરાવવામાં આવશે. 
- ચૂંટણી પંચની પ્રેસ કોંફ્રેંસ શરૂ 
- ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ગોવા અને મણિપુરમાં ચૂંટણી થવાની છે. 
- ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર છે તો બીજી બાજુ ઉત્તરાખંડ અને મણિપુરમા કોંગ્રેસની સરકાર છે. પંજાબમાં અકાલી ભાજપાનુ ગઠબંધનની સરકાર છે. ગોવામાં ભાજપાની સરકાર છે. 
 









ચૂંટણી પંચ બુધવારે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચે સંવાદદાતા સંમેલન બોલાવ્યુ છે. તેમા પાંચ રાજ્યોમાં થનારી ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. મંગળવારે વિધાનસભા ચૂંટણીવાળા પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી. 
 
સુરક્ષા તૈયારીઓ પર થઈ ચર્ચા 
 
મંગળવારે થયેલ બેઠકમાં મતદાતા સૂચી અને રાજ્યોમાં કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. ચૂંટણી પંચના સૂત્રો મુજબ જાહેરાત પહેલ સોમવારે પંચે અર્ધસૈનિક બળોના પ્રમુખો સાથે પણ બેઠક તરફથી સુરક્ષા બળોની સંખ્યા તેમની ગોઠવણી અને તેના એક સ્થાન પરથી બીજા સ્થાન જવાના કાર્યક્રમની પૂરી માહિતી લીધી. કારણ કે ચૂંટણી દરમિયાન સુરક્ષા બળોની ગોઠવણી તેમના પરિવહનની પૂરી કમાન પંચના જ હાથોમાં હોય છે.  તેથી દરેક માહિતી પૂરી રીતે ચોખવટ કરી લેવામાં આવી. 
 
આ રાજ્યોમાં ચૂંટણી થવાની છે 
 
આ વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમા યૂપીને છોડીને બાકી રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં પૂરો થઈ રહ્યો છે. 
 
યૂપીમાં સાત ચરણોમાં થઈ શકે છે ચૂંટણી 
 
પાંચ રાજ્યોમાં સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. અહી વિધાનસભાની 403 સીટો માટે ચૂંટણી થવાની છે. સૂત્રો મુજબ યૂપીમાં સાત ચરણોમાં ચૂંટણી કરાવી શકાય છે. બાકી ચાર રાજ્યોમાં એક જ ચરણમાં ચૂંટણી કરાવી શકાય છે. 
 
ક્યા કોણી સાથે છે મુકાબલો ? 
 
યૂપીમાં સત્તાધારી સપામાં ચાલી રહેલ આંતરિક ધમાસાન વચ્ચે પાર્ટીએ એલાન કર્યુ છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધનની અટકળો હતી. બીજી બાજુ બીજેપી અને બીએસપી પણ એકલા હાથે ચૂંટણીના મેદાનમાં છે. પંજાબમાં અકાલી-ભાજપા ગઠબંધનનો મુકાબલો કોંગ્રેસ સાથે છે. તો પહેલીવાર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં પોતાનુ નસીબ અજમાવી રહી છે.  
 
ગોવામાં પંજાબ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકબાલો થતો રહ્યો છે પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. એલ્વિસ ગોમ્સ આમ આદમી પાર્ટીના સીએમ કેંડિડેટ છે. ઉત્તરાખંડમાં પણ ચૂંટણી સક્રિયતા ઝડપી થઈ રહી છે. બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત અનેક બીજા દળ પણ ચૂંટણી સમરમાં ઉતરવાની તૈયારીમાં છે. આ જ રીતે મણિપુરમાં સામાજીક કાર્યકર્તા તરફથી રાજનેતા બની ઈરોમ શર્મિલા ચૂંટણી મેદાનમાં કૂદવાનુ એલાન કરી ચુકી છે.