1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: વેબદુનિયા ડેસ્ક , શનિવાર, 26 જુલાઈ 2025 (17:23 IST)

Voter List Verification: ચૂંટણી પંચે જાહેર કર્યો મોટો આદેશ, આખા દેશમાં 1 ઓગસ્ટથી ઘેર ઘેર જઈને કરશે Voter ID નું વેરીફીકેશન

ભારતમાં પારદર્શક અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે એક મોટું પગલું ભર્યું છે. 1 ઓગસ્ટ, 2025 થી રાષ્ટ્રવ્યાપી મતદાર યાદી ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે, જેનો હેતુ મતદાર યાદીને શુદ્ધ કરવાનો છે - એટલે કે, તેમાંથી નકલી, મૃત અથવા ડુપ્લિકેટ નામો દૂર કરવાનો અને ફક્ત લાયક નાગરિકોને જ મતદાનનો અધિકાર આપવાનો છે.
 
શું છે આ વિશેષ ઊંડું રીચેકિંગ અભિયાન ?
આ કોઈ સામાન્ય મતદાર અપડેટ નથી. આ વખતે ચૂંટણી પંચ ઘરે ઘરે જઈને મતદાર ચકાસણી કરી રહ્યું છે. એટલે કે, બૂથ લેવલ ઓફિસર (BLO) દરેક મતદાર પાસેથી દસ્તાવેજો માંગશે અને ખાતરી કરશે કે તે ભારતીય નાગરિક છે અને જે સરનામે તેનું નામ નોંધાયેલું છે તેનો સાચો રહેવાસી છે.
 
કયા દસ્તાવેજોની જરૂર પડશે ?
 
-આધાર કાર્ડ
-પાસપોર્ટ
-ડ્રાઇવિંગ લાઇસન્સ
-પાન કાર્ડ
અથવા અન્ય સરકારી ઓળખપત્ર
આ દસ્તાવેજો મતદારની નાગરિકતા, ઉંમર અને સરનામાની ચકાસણી કરશે.
 
કેવી રીતે થશે ઓળખની ચોખવટ ? 
દસ્તાવેજ ચકાસણી: નાગરિકતા અને સરનામાની પુષ્ટિ કરવા માટે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવશે.
બાયોમેટ્રિક વેરિફિકેશન : ફિંગરપ્રિન્ટ અને ચહેરાના ડેટા દ્વારા ઓળખની પુષ્ટિ કરવામાં આવશે.
ફિઝીકલ વેરિફિકેશન : BLO ઘરે જઈને તપાસ કરશે કે મતદાર તે સરનામે રહે છે કે નહીં.