ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (11:44 IST)

મહારાષ્ટ્ર, ઝારખંડમાં ચૂંટણીની તારીખોનુ એલાન આજે, બપોરે 3.30 વાગે ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફ્રેંસ

Election Commission
ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. આ માટે બપોરે 3.30 વાગે ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફ્રેસ થશે. માહિતી મુજબ આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયે થવાની શક્યતા છે.  ચૂંટણી પંચે કાયદેસર પત્ર રજુ કરીને જણાવ્યુ છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગે પ્રેસ કૉંફ્રેંસ થશે. જેમા ચૂંટણી અને મતગણતરીની તારીખનુ એલાન કરવામાં આવશે.  આ સાથે જ આજે યૂપી પેટાચૂંટણીની તારીખનુ પણ એલાન કરવામાં આવશે. 
 
26 નવેમ્બરના રોજ ખતમ થઈ રહ્યો છે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ 
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે જ્યારે કે ઝારખંડમાં વિધાનસભાની 81 સીટો પર ચૂંટણી થવાની છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 26 નવેમ્બરના રોજ અને ઝારખંડમાં 29 ડિસેમ્બરના રોજ સરકારનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. દરેક વખતે ચૂંટણીપંચ સરકરનો કાર્યકાળ પુરો થવાના 45 દિવસ પહેલા આચાર સંહિતા લાગૂ કરે છે. જો કે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળના હિસાબથી જોવામાં આવે તો હવે ફક્ત 40 દિવસ જ બાકી રહ્યા છે. 
 
દિવાળી, છઠને ધ્યાનમાં રાખીને થશે તારીખોનુ એલાન 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ અનેક તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખોનુ એલાન કરશે. દિવાળી 29 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી છે અને ઝારખંડમાં છઠ પૂજા ઉજવવામાં આવે છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કામ કરનારા બિહારી વોટર્સ પોતાના ઘરે જતા રહે છે. દેવ દિવાળી પણ નવેમ્બરમાં છે તેથી ચૂંટણી પંચ નવેમ્બરના બીજા અઠવાડિયાના આંતમા ચૂંટણી શરૂ કરી શકે છે.  જેનાથી પ્રવાસી મતદાતાઓને તહેવારો પછી પરત જવાઓ સમય મળી જશે. 
 
 ક્યારે થશે યુપી અને વાયનાડમાં પેટાચૂંટણી?
ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે યુપી અને વાયનાડમાં યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી અપેક્ષા છે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, તે જ સમયે તેણે કહ્યું હતું કે ઘણા રાજ્યોમાં કુદરતી આફત આવી છે, જેના કારણે પેટાચૂંટણીની તારીખ હજુ જાહેર કરી શકાય નહીં. . સ્થિતિ સામાન્ય થતાં જ ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આજે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.