સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (11:30 IST)

Farmers Protest: આંદોલન ખતમ થયા પછી ખેડૂતોનુ ઘરે પાછા ફરવાની તૈયારી શરૂ, આજે આખા દેશમાં ઉજવશે વિજય દિવસ

Farmers Protest:  એક વર્ષ સુધી ખેડૂતો રસ્તા પર ઉભા રહ્યા. ખુલ્લા આકાશ નીચે તંબુઓ અને તંબુઓની અંદર ગરમી અને ઠંડી સહન કરી હતી, પરંતુ આજે ખેડૂતોના ચહેરા પર કોઈ મુશ્કેલી નથી, પરંતુ તેમની અંદર વિજયનો ભાવ છે. ખેડૂતોમાં ઉજવણીનો માહોલ છે. કાયદો પાછો ખેંચવાની માંગ સાથે સંમત થતા આજે ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે. દરમિયાન ખેડૂતોએ આજે ​​દેશભરમાં વિજય દિવસ મનાવવાની જાહેરાત કરી છે
રસ્તા પરથી હટાવ્યા તંબૂ 
 
દિલ્હીથી હરિયાણા સુધીના ખેડૂતો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. નેશનલ હાઈવે 44 પર આંદોલન દરમિયાન બનાવેલ ઈંટોના મકાનોને ખેડૂતોએ તોડી નાખ્યા છે. રસ્તા પરથી તંબૂ ટેંટ અને પંડાલ હટાવાય  રહ્યા છે. આંદોલનરત ખેડૂતોએ ટ્રેક્ટર ટ્રોલિયોમાં પણ ઘર બનાવી રાખ્યુ હતુ. હવે આ ટ્રેક્ટર ટ્રોલીઓ પંજાબ-હરિયાના અને યૂપીના ખેતરોમાં પરત જશે. અન્નદાતા અનાજ ઉગાવવાના કામમાં લાગી જશે અને દિલ્હીના ચમચમતા માર્ગ એક વર્ષ પછી ગાડીઓને ફુલ સ્પીડમાં દોડાવવી શરૂ કરી દેશે. 
 
પંજાબ સરકાર ખેડૂતોનું સ્વાગત કરશે
 
આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત સાથે ખેડૂતોએ ઘરે પરત ફરવા માટે 11 અને 12 ડિસેમ્બરની તારીખો નક્કી કરી હતી. પંજાબ સરકાર દિલ્હીની સરહદોથી પરત ફરતા ખેડૂતોનું સ્વાગત કરશે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ આ જાહેરાત કરી છે. ખેડૂતો, મજૂરો અને સંયુક્ત કિસાન મોરચાને અભિનંદન આપતા ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની જીત છે. રાજ્ય સરકાર પોતાની માટીના પુત્રોનું સ્વાગત કરશે.