રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:13 IST)

Farmers Protest Ends- 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું , ખેડૂત નેતાઓની આંદોલન ખતમ કરવાની જાહેરાત, 14 મહીના પછી સિંઘુ બૉર્ડર પરથી તંબુ છોડવાનું શરૂ

દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ તંબુ હઠાવવાનું શરૂ કર્યું
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, "દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર કૃષિકાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ વિરોધસ્થળ પરથી તંબુ હઠાવવાનું શરૂ કર્યું છે."
 
જોકે ખેડૂતોએ સ્પષ્ટતા કરી કે આંદોલન ખતમ કરવા અંગે અંતિમ નિર્ણય સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ લેશે.
કેન્દ્ર સરકારે MSP અને ખેડૂતો પર કેસ પાછા ખેંચવાનું આશ્વાસન આપ્યું
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ "દિલ્હીની સરહદે એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) પર એક કમિટી રચવાનું અને ખેડૂતો સામે થયેલા કેસ પાછા ખેંચવાનું આશ્વાસન આપતો પત્ર મળ્યો છે."
 
પત્ર મુજબ જ્યાં સુધી વળતરનો પ્રશ્ન છે તો ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે સહમતી આપી છે.
 
સરકારની નવી દરખાસ્ત
MSP સમિતિમાં કેન્દ્ર અને SKMના પ્રતિનિધિઓ હશે. સમિતિ ત્રણ મહિનામાં રિપોર્ટ આપશે, જે નક્કી કરશે કે ખેડૂતોને MSP કેવી રીતે મળશે. હાલમાં, જે પાક પર રાજ્યો એમએસપી પર ખરીદી કરી રહ્યા છે તે ચાલુ રહેશે.
તમામ કેસ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણાની સરકારોએ આ માટે પોતાની સંમતિ આપી દીધી છે. કેન્દ્ર સરકાર, રેલવે અને દિલ્હી સહિત અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નોંધાયેલા કેસો પણ તાત્કાલિક પાછા ખેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યોને પણ અપીલ કરશે.
હરિયાણા અને ઉત્તર પ્રદેશે પંજાબની જેમ વળતર આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. વીજળી બિલ પર ખેડૂતોને અસર કરતી જોગવાઈઓ પર SKM સાથે ચર્ચા કરવામાં આવશે. તે પહેલા તેને સંસદમાં રજૂ કરવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકારના અધિનિયમની કલમ 15માં સ્ટબલને લગતા દંડની જોગવાઈથી ખેડૂતો મુક્ત થશે.