રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2024 (11:46 IST)

આજે INDI ગઠબંધનની પાંચમી બેઠક, મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે ભાગ નહી લે, કેજરીવાલ આપશે હાજરી

લોકસભા ચૂંટણીનો સમય નિકટ આવી રહ્યો છે. આ દરમિયાન વિપક્ષી ગઠબંધન INDI માં ક્લેશ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.  યૂપીથી મહારાષ્ટ્ર સુધી અને બિહારથી બંગાળ સુધી થઈરહેલ આ ક્લેશ વચ્ચે આજે ઈડી ગઠબંધનની બેઠક થવાની છે. આ બેઠક પર આખા દેશની નજર ટકી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી ગઠબંધનની આ પાંચમી બેઠક છે જે વર્ચુઅલ રીતે કરવામાં આવશે. આ બેઠકનો સૌથી મોટો એજંટા સીટ શેયરિંગ અને ગઠબંધનનુ સંયોજક કોણ હશે. દિલ્હીના એકબાજુ જ્યા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં ભાગ લેવાના છે તો બીજી બાજુ મમતા બેનર્જીએ આ બેઠકથી દૂર રહેવાનુ નક્કી કર્યુ છે. 
 
ભારત ગઠબંધનની બેઠકથી મમતા બેનર્જીનું અંતર
તમને જણાવી દઈએ કે માત્ર મમતા બેનર્જી જ નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરેએ પણ વિપક્ષી ગઠબંધનની આ બેઠકથી પોતાને દૂર કરી લીધા છે. વાસ્તવમાં, સીટ વહેંચણી અંગે સમસ્યા છે. વિપક્ષી ગઠબંધન તૂટવા જઈ રહ્યું છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બંગાળમાં સીટ વહેંચણીને લઈને ચાલી રહેલી લડાઈને કારણે મમતા બેનર્જી નારાજ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મમતા બેનર્જી વિપક્ષી ગઠબંધનથી દૂર થઈ શકે છે. આ સાથે જ સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું નીતીશ કુમાર ભાજપની નજીક આવી રહ્યા છે. વળી, યુપીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીને સમર્થન નહીં આપીને બસપા સાથે જશે? આ સવાલો પર અટકળો ચાલી રહી છે.
 
નીતિશ કુમાર પણ મહાગઠબંધનથી નારાજ છે
એવો રિપોર્ટ પણ સામે આવી રહ્યો છે કે બિહારમાં મોદીની રેલી રદ કરવામાં આવી છે. તેમજ મમતા બેનર્જી કોંગ્રેસથી ખૂબ નારાજ છે. આ કારણસર ટીએમસી બંગાળમાં અલગ પ્લાન બી પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ ટીએમસી ડાબેરીઓ સાથે અલગથી વાતચીત કરી રહી છે. એક તરફ મહારાષ્ટ્રમાં ગઠબંધનને લઈને કોંગ્રેસ અને ઉદ્ધવ વચ્ચે કોઈ સહમતિ નથી. બીજી તરફ બિહારમાં નીતીશ કુમાર અને જેડીયુ શું કરવા જઈ રહ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. અખિલેશ યાદવ, JDU નેતાઓ અને અન્યો નીતિશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની વાત કરી રહ્યા છે.
 
બીજી તરફ બિહારમાં નીતીશ કુમાર અને જેડીયુ શું કરવા જઈ રહ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. અખિલેશ યાદવ, JDU નેતાઓ અને અન્યો નીતિશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની વાત કરી રહ્યા છે.