મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 15 નવેમ્બર 2017 (16:49 IST)

રસગુલ્લાની જંગ - જાણો બંગાળે કયા તર્ક દ્વારા ઓડિશા પર જીત મેળવી

પશ્ચિમ બંગાળે ઓડિશા પર રસગુલ્લાની જંગ છેવટે જીતી લીધી. રસગુલ્લાને લઈને બંને રાજ્યોએ અનેક તર્ક આપ્યા હતા. જીઆઈટી ટૈગનુ નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમિટીએ પશ્ચિમ બંગાળના તર્કને યોગ્ય માન્યા અને બાંગલાર રૉસોગોલ્લાને વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રના ઉત્પાદનુ પ્રમાણ પત્ર સોંપી દેવામાં આવ્યુ..  ઉલ્લેખનીય છે કે પશ્છિમ બંગાળ અને પડોશી ઓડિશા વચ્ચે જૂન 2015થી આ વાતને લઈન એ કાયદાકીય લડાઈ ચાલી રહી છે કે રસગુલ્લાનો મૂળ ક્યા છે.  જેને લઈને રાજ્યોમાં કમિટી પણ બની હતી.  જેમણે રસગુલ્લાના ઈતિહાસને ખંગાળ્વાનુ કામ કર્યુ અને તર્ક રજુ કર્યા 
 
 
બંને રાજ્યોએ કર્યા આ તર્ક 
 
પશ્ચિમ બંગાળનુ તર્ક - પશ્ચિમ બંગાળનો દાવો હતો કે મીઠાઈ બનાવનારા નોબીન ચંદ્ર દાસે સન 1868માં રસગુલ્લા તૈયાર કર્યા હતા. તેમણે બંગાળના જાણીતા સોંદેશ મીઠાઈને ટક્કર આપવા માટે રોસોગોલ્લા બનાવ્યો હતો. તેની સાથે જોડાયેલ એક વધુ સ્ટોરીનો ઉલ્લેખ પણ બંગાળ તરફથી કરવામાં આવ્યો. જેમા બતાવ્યુ કે એક વાર સેઠ રાયબહાદુર ભગવાનદાસ બાગલા પોતાના પુત્ર સાથે ક્યાક જઈ રહ્યા હતા. પુત્રને તરસ લાગી તો નોબીન ચંદ્ર દાસને દુકાન પર રોકાયા અને પાણી માંગ્યુ. નોબીને સેઠે પુત્રને પાણી સાથે એક રોસોગુલ્લા પણ આપ્યો. જે તેને ખૂબ ગમ્યો. જેના પર સેઠે એક સાથે ઘણા બધા રોસોગોલ્લા ખરીદી લીધા. આ રૉસોગોલ્લાના પ્રસિદ્ધ થવાની પ્રથમ ઘટના છે. 
ઓડિશાનુ તર્ક - બીજી બાજુ ઓડિશાએ રસગોલાને પોતાનુ બતાવતા તર્ક આપ્યુ હતુ કે મીઠાઈની ઉત્પત્તિ પુરીના જગન્નાથ મંદિરથી થઈ છે. અહી 12મી સદીથી ધાર્મિક રીત રિવાજનો ભાગ છે. જેમા જોડાયેલ સ્ટોરીનો ઉલ્લેખ કરતા બતાવ્યુ. એક વાર ભગવાન જગન્નાથથી નારાજ થઈને દેવી લક્ષ્મીએ ઘરનો દરવાજો બંધ કરી લીધો. તેમને મનાવવા ભગવાન જગન્નાથે ખીર મોહન નામની મીઠાઈ દેવીને આપી. જે તેમને ગમી. તે ખીર મોહન રસગુલ્લા જ હતો.. જેનાથી એ સાબિત થાય છે કે રસગુલ્લા ઓડિશામાં જ સૌ પહેલા બન્યો. 
 
રાજ્યોના તર્ક પર કમિટીનો જવાબ 
 
ઓડિશાના તર્ક પર વિચાર કર્યા પછી જીઆઈ ટૈગનુ નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમિટીના અધિકારીઓએ કહ્યુ કે ખીર મોહન અને રસગુલ્લામાં અંતર છે. આ સફેદના બદલે પીળા રંગનુ હોય છે.  તેનો આકાર પણ રસગુલ્લાથી ખૂબ મોટો છે. જે કારણે તેને રસગુલ્લા નથી માની શકાતુ.. 
 
પશ્ચિમ બંગાળના દાવાને કમિટીએ યોગ્ય માન્યા. કમિટી તરફથી એવુ કહેવામાં આવ્યુ કે બંગાળનો રસગુલ્લા પૂરા સફેદ અને નાના હોય છે જે યોગ્ય રંગ અને આકાર પણ છે.  આવામાં રસગુલ્લા તેને જ માનવામાં આવશે અને બંગાળને રસગુલ્લાનુ જીઆઈ ટૈગ આપવામાં આવશે.