શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 નવેમ્બર 2021 (14:34 IST)

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા બસમાં લાગેલી આગમાં જ ત્રણ લોકો ભડથું

ઈન્દોરથી મથુરા દર્શન કરવા માટે મિની બસમાં સવાર લોકોને શુક્રવારે સવારે મોટો અકસ્માત નડ્યો હતો. મધ્યપ્રદેશના ગુનાના ચાચોડાના બરખેડા પાસે એક મીની બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરને ધડાકા સાથે અથડાઈ હતી. ટક્કરથી બસમાં અચાનક આગ લાગી હતી અને ભાઈ-બહેન સહિત 3 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. તેમાંથી એક 13 વર્ષની છોકરી પણ હતી. અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 28 લોકો સવાર હતા. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો ત્યારે માત્ર મૃતકોના હાડપિંજર જ મળ્યા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીની રાત્રે મથુરાથી ટ્રાવેલર્સની બસ ઈન્દોર તરફ આવી રહી હતી ત્યારે ગુના જિલ્લાના બીનાગંજ પાસે મોટો અકસ્માત થયો હતો.મધ્યપ્રદેશના ઇન્દોરના કેટલાક લોકો દિવાળી પર મથુરાની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા. બીનાગંજ પાસે રાત્રિના સમયે રસ્તાના કિનારે પાર્ક કરાયેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પછી ટ્રાવેલર્સની બસમાં આગ લાગી હતી.
 
ટ્રાવેલર્સની બસમાં આગ લાગવાથી સવાર કરી રહેલા 16 મુસાફરોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના શરીર સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયો હતો.મૃતદેહ ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં હતાં અન્ય કેટલાક લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે