1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 નવેમ્બર 2021 (12:39 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના નૌશેરા પહોચ્યા, જવાનો સાથે ઉજવશે દિવાળી

Prime Minister Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને હવે સાથી જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે.  આ દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીર અથવા લદ્દાખના સરહદી વિસ્તારની પણ મુલાકાત લેશે.
 
ભારત ગુરુવારે વર્ષની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ તહેવાર દિવાળીની ઉજવણી કરી રહ્યું છે,. પ્રકાશનો તહેવાર, જે બુરાઈ ઉપર સારાની જીતનો સંકેત આપે છે. દિવાળીનો તહેવાર દુનિયાભરમાં પ્રવાસી ભારતીયો દ્વારા મનાવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. ભારતભરના રાજ્યોએ તહેવારના દિવસે કોરોનાની સ્થિતિ અને વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અનેક માર્ગદર્શિકા જાહેર કરી છે.
 
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચી ગયા છે. તેઓ આજે અહીં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી એવા સમયે ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.
 
મોદીએ કહ્યું, હું અહીં વડાપ્રધાન તરીકે નથી આવ્યો, તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યું છું. તમે તમારા પરિવારને મળો અને તમને જે લાગણી થાય તેવી જ લાગણી મને થઈ રહી છે. મેં દરેક દિવાળી સીમા પર તહેનાત તમારા લોકોની વચ્ચે જવાનું નક્કી કર્યું છે. આજે હું અહીંથી નવો ઉત્સાહ અને વિશ્વાસ લઈને જઈશ. આજે સાંજે હિન્દુસ્તાનનો દરેક નાગરિક દિવાળીએ એક દિવો તમારા પરાક્રમ, શૌર્ય, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવશે.