મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:40 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે.વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા જયપુર (Jaipur)માં CIPET: institute of petrocehmicals techonologyનો શિલાન્યાસ કર્યો. જે પ્રસંગે તેમણે કહ્યું કે આ મહામારીમાં દુનિયાએ ઘણું બધું શિખ્યુ છે. ખાસ કરીને હેલ્થ સેક્ટરને લઈને પ્રત્યેક દેશ તેમની રીતે લડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત તેની તાકાત અને પ્રતિબદ્ધતા સાથે દરેક સમસ્યા હલ કરી રહ્યું છે

શુ છે CIPET ? 
 
ભારત સરકારે રાજસ્થાન સરકાર સાથે મળીને 'સિપેટ : પેટ્રોરસાયણ પ્રૌધોગિકી સંસ્થા' જયપુરની સ્થાપના કરી છે. આ આત્મનિર્ભર છે અને પેટ્રોરસાયણ અને સંલગ્ન ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમર્પિત છે. આ યુવાનોને કુશળ તકનીકી વ્યાવસાયિકો બનવા માટે શિક્ષણ પ્રદાન કરશે.
 
પીએમ મોદીએ જયપુરમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો.
તેમણે કહ્યું- ભારતે આપત્તિમાં આત્મનિર્ભરતાની પ્રતિજ્ઞા લીધી.
સૌથી મોટી રોગચાળાએ આરોગ્ય ક્ષેત્રને ઘણું શીખવ્યું.
આરોગ્ય ક્ષેત્ર પહેલેથી જ પડકારોથી ભરેલું હતું.