ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 4 નવેમ્બર 2021 (10:59 IST)

પ્રકાશનો તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે', PM મોદી-અમિત શાહે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ દેશવાસીઓને દિવાળી(Diwali) ની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

 
એવું કહેવામાં આવી રહ્યું છે કે દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે

 
અમિત શાહે પણ લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી


 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. શાહે કહ્યું, "તમામને દિવાળીની શુભકામનાઓ. પ્રકાશ અને ખુશીનો આ મહાન તહેવાર દરેકના જીવનને નવી ઉર્જા, પ્રકાશ, આરોગ્ય અને સમૃદ્ધિથી પ્રકાશિત કરે." હિંદુ ચંદ્ર કેલેન્ડરમાં સૌથી પવિત્ર મહિનો કાર્તિકના 15માં દિવસે દિવાળી ઉજવવામાં આવે છે, જે  છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ 14 વર્ષના લાંબા વનવાસમાંથી પાછા ફર્યા હતા જે દરમિયાન તેમણે રાક્ષસ રાજા રાવણ સામે યુદ્ધ કર્યું હતું અને જીતી હતી.