શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2022 (09:22 IST)

Fire in Nashik Bus: મહારાષ્ટ્રના નાસિકમાં મોટી દુર્ઘટના, બસમાં આગ લાગતા 12 લોકો જીવતા ભડથું

નાસિકમાં એક બસમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે

Bus Caught Fire in Nashik
Bus Caught Fire in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયા છે. જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઔરંગાબાદ નજીક અકસ્માત
 
મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી. સવારે સાડા પાંચ વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ઔરંગાબાદના કૈલાશ નગર વિસ્તાર પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. અકસ્માત સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
ઘટનાનું કારણ જાણી શકાયું નથી
 
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકવાને કારણે મૃતદેહોને સિટી બસમાં જ રાખવા પડ્યા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
મુખ્યમંત્રીએ  કરી જાહેરાત
 
આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોને મફત સારવાર આપવાનું પણ કહેવામાં આવ્યું છે.