ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021
Written By
Last Updated : ગુરુવાર, 11 માર્ચ 2021 (12:26 IST)

બંગાળ ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરનુ એલાન - જો બે અંકમાં આવી બીજેપી સીટ તો છોડી દઈશ ટ્વિટર, ટ્વિટર સેવ કરી લો ટ્વીટ

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણી માટે રાજકારણીય વાતાવરણ ગરમાય ગયુ છે. ટીએમસીના શુભેંદ્રુ અધિકારી સહિત અનેક નેતાઓના રાજીનામાથી સર્જાતા હંગામો વચ્ચે અમિત શાહની મુલાકાત પછી રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ફરી એક વાર જીતાડવા માટે પ્રયાસ કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ પણ બે અંકની સીટો લાવવા માટે સંઘર્ષ કરતી  જોવા મળશે. એટલું જ નહીં, તેણે જાહેરાત કરી છે કે જો ભાજપ ડબલ ફિગરને પાર કરશે તો તે ટ્વિટર છોડી દેશે.
 
આ વખતે બંગાળમાં ટીએમસી માટે વ્યૂહરચના આપનાર ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે, “મીડિયાના એક વર્ગએ ભાજપ વિશે ખૂબ જ હાઈપ ફેલાવી દીધી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને ડબલ-અંકનો આંક પાર કરવા માટે સંઘર્ષ કરવો પડશે.

 
પ્રશાંત કિશોરે પોતાના જ ટ્વિટમાં એક રીતે ભાજપને પડકાર પણ આપ્યો છે. પ્રશાંત કિશોરે પોતાનું ટ્વિટ સાચવી રાખવાની અપીલ કરી છે અને કહ્યું છે કે જો ભાજપ આ કરતા સારું પ્રદર્શન કરે તો તે ટ્વિટર છોડી દેશે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીના ખાસ મનાતા શુભેંદ્રુ અધિકારીએ ટીએમસઈથી જુદા થવાના અનેક કારણોમાં એક કારણ પ્રશાંત કિશોર પણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુભેંદ્રુ અધિકારી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને પ્રશાંત કિશોરથી ઘણા સમયથી નારાજ હતા. 
 
અમિત શાહે ચૂંટણીની ગતિવિધિઓ વધારી 
 
 ભારતીય જનતા પાર્ટી માટે ભાજપે ચૂંટણી પ્રચાર વધાર્યો છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય મુલાકાત લીધી હતી અને અનેક રોડ શો અને રેલીઓ દ્વારા ભાજપના ચૂંટણી પ્રચારને ધાર આપવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળના બોલપુર શહેરમાં એક રોડ શો યોજ્યો હતો. આ સમય દરમિયાન, તેમના પર ફૂલોની પાંખડીઓ વિખેરાઈ હતી અને "જય શ્રી રામ" ના નારા લગાવાયા હતા. એક સમયે ડાબેરીઓનો ગઢ અને ત્યારબાદ મમતા બેનર્જીનો ગઢ બનેલા બંગાળમાં કમળને ખીલવવાનો પ્રયાસ કરતા  શાહે દાવો કર્યો હતો કે ભગવા દળ 200 થી વધુ બેઠકો મેળવીને આગામી સરકાર બનાવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે.