શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (14:31 IST)

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યો આપઘાત

congress
Vivek Dhakad Suicide - પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. વિવેક ધાકડના આપઘાતના સમાચારે સનસનાટી મચાવી દીધી હતી. જેણે સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું. સમાચાર મળ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ હોસ્પિટલ પહોંચ્યા. તેમનું કહેવું છે કે વિવેક ધાકડેની આત્મહત્યા પાછળના કારણો વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. ગઈકાલે વિવેકે નોમિનેશન મીટિંગમાં હાજરી આપી હતી અને આજે તેણે આત્મહત્યા કરી લીધી છે.
 
રાજસ્થાનથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.  વિવેક ધાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પૂર્વ ધારાસભ્યએ શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
 
વાત જાણે એમ છે કે, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.