સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (11:13 IST)

ચાની ચુસ્કી પીવી મુશ્કેલ બની જ્યારે મુસાફરી કરવી સરળ બની, નાણાકીય વર્ષ 2023-24માં શું થયું સસ્તું અને મોંઘું

shopping grocery
Cheap and expensive- મોંઘવારીની બાબતમાં નાણાકીય વર્ષ 2023-24  કેટલીક રાહત તો કેટલીક આફત વાળુ સિદ્ધ થયુ. જ્યાં ઘણી વસ્તુઓની કીમત વધી તો લોના ખિસ્સા ઢીળા પડ્યા તો ઘણી વસ્તુઓના કીમત તેમના માટે ખુશ  ખબ્ત લઈને આવી. વાત જો મોંઘી થનારી વસ્તુઓની કરીએ તો દૂધ અને ખાંડની કીમતમા ત્રણ ત્રણ રૂપિયાનો વધારો થયો. જ્યાં દૂધ 56 થી વધીને 59 રૂપિયા થયુ તો ખાંડ 41 રૂપિયા દર કિલોથી ત્રણ રૂપિયા વધીને 44 રૂપિયા દર કિલો પર પહોચી. 
 
દાળ- ચોખા મોંઘા 
દાળ અને ચોખાના ભાવમાં વધારાએ પણ લોકોને ખૂબ પરેશાની આપી. 1 એપ્રિલ 2023ને તુવેર દાળની કીમત 115 રૂપિયા પ્રતિ કિલો હતો, જે 31 માર્ચ, 2024 સુધી વધ્યો હતો અને 33 રૂપિયાના વધારા પછી તે 148 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચ્યો હતો. તે જ સમયે, 39 રૂપિયા પ્રતિ કિલો ચોખાની કિંમત પણ 44 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
 
કોમર્શિયલ-ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે
જો લોકોને આપવામાં આવેલી રાહતની વાત કરીએ તો કોમર્શિયલ-ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 300 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. જ્યારે 1 એપ્રિલ, 2023 ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, તેની કિંમત 1 એપ્રિલ, 2024 ના રોજ ઘટીને 803 રૂપિયા થઈ ગઈ.
 
જો આપણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તેની કિંમત 1 એપ્રિલ 2024ના રોજ 2028 થી ઘટીને 1795 થઈ ગઈ હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમય સુધી સ્થિર રહ્યા બાદ લોકોને મામૂલી રાહત મળી છે. 1 એપ્રિલ, 2023ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 1 એપ્રિલ, 2024ના રોજ 94 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ હતી.