શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (11:38 IST)

ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરાયો

cm bhupendra patel
-4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો 
- માસનો તફાવત એરિયર્સ 3 હપ્તામાં પગાર 
-LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે

Gujarat Increase in dearness allowance- ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે કર્મચારીઓને જુલાઈ-2023થી 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.  અત્રે જણાવીએ કે, વધારાનો 8 માસનો તફાવત એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી 
 
એટલે કે જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024માં અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024માં, જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને આપવામાં આવશે