સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (17:12 IST)

વરરાજાના મિત્રોએ દુલ્હનને આપી ફની ગિફ્ટ

મિત્રો લાઈફમાં તમારા બધાનો અનુભવ રહ્યો હશે કે તમારુ સગા સંબંધીઓ કરતા મિત્રો સાથે વધુ બનતુ હશે. તેમા કોઈ દુખની કે નવાઈની વાત નથી. આવુ બધા સાથે બને છે. કારણ કે મિત્રોને આપણે જે વાત સરળતાથી કરી શકીએ છીએ એ પછી ભલે કોઈ પર્સનલ વાત હોય, સુખ દુખની વાત હોય કે હસી મજાક આ બધુ મિત્રો સાથે ટેકન ફોર ગ્રાંટેડ છે. મિત્રોને ખોટુ પણ નથી લાગતુ અને તે દરેક પ્રકારની મદદ માટે તૈયાર પણ હોય છે. 

 
કેટલાંક બોડીગાર્ડની જેમ સપોર્ટ કરે છે અને કેટલાક તમને જાહેરમાં હસાવશે. લગ્નમાં મિત્રોના જોક્સ ક્યારેક ભારે પડી જાય છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું. આ વેડિંગ વીડિયોમાં (Wedding Video) સ્ટેજ પર વર-કન્યા (Bride Groom Video) સાથે આવી જ મજાક કરવામાં આવી છે. જ્યાં વરરાજાના મિત્રોએ સ્ટેજ પર દુલ્હન સાથે કરી એવી મજાક, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં
 
 
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે વરરાજાના મિત્રો પ્રવેશ કરે છે ત્યારે વરરાજા સ્ટેજ પર ઉભા હોય છે. પહેલા વરનો મિત્ર આવ્યો અને કન્યાને અનોખી ભેટ આપીને આગળ વધ્યો. હવે ડાન્સ કરતી વખતે બીજો મિત્ર પહોંચી ગયો અને કન્યાના હાથમાં ઝાડુ આપી દીધું. આ ક્રમમાં ત્રીજા અને પછી ચોથા મિત્રએ પણ રસોડાનો સામાન આપ્યો અને તે જ રીતે અન્ય મિત્રોએ પણ રમુજી ભેટો આપી અને વિચિત્ર ભેટોનો આ સિલસિલો ચાલુ રહ્યો.
 
 
ઈન્સ્ટાગ્રામ પર brides_special નામના પેજ પર વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. કમેન્ટ્સમાં લોકો વરને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું કે, આ ગિફ્ટ બાદ હવે વર-કન્યાને ઘરની વસ્તુઓ ખરીદવાની કોઈ જરૂર નહીં પડે. કમાવાની જરૂર નથી. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે ,વરરાજાએ તેના લગ્નમાં પણ આવી જ મજાક કરી હશે. તેથી તે વ્યક્તિનો બદલો લઈ રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આવા મિત્રોને લગ્નમાં આમંત્રણ ન આપવું..! આ સાથે ઘણા યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી હતી.