1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:52 IST)

સરકાર અને ખેડૂતોની મીટિંગ ફેલ: ફરી ઉગ્ર થશે આંદોલન

farmers protest
-મોદી સરકારે આપલો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો
-સવારે 11 વાગ્યાથી તેમનો 'દિલ્હી ચલો' વિરોધ ફરી શરૂ કરશે
 
 
Farmers Protest Latest News: સોમવારે સાંજે (19 ફેબ્રુઆરી) સાંજે ત્રણ કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠકના ચોથા રાઉન્ડમાં ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તોને ફગાવી દીધી છે અને આંદોલન ચાલુ રાખતા દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે.
 
ખેડૂત નેતાઓનું કહેવું છે કે તેઓ હવે તમામ પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી માંગવા માટે બુધવારે સવારે 11 વાગ્યાથી તેમનો 'દિલ્હી ચલો' વિરોધ ફરી શરૂ કરશે. ખેડૂતોએ આંદોલનને લઈને આગળની યોજના પણ જણાવી છે.
 
સંયુક્ત કિસાન મોરચાએ એમએસપી મામલે કેન્દ્ર સરકારે આપેલા પ્રસ્તાવને ઠુકરાવ્યો અને કહ્યું, “એમએસપીથી ઓછી બાબત પર કોઈ વાત નહીં” સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં સરકારે પાંચ પાક પર પાંચ વર્ષ માટે એમએસપી આપવાની વાત કહી હતી. આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર તરફથી 18 ફેબ્રુઆરીએ ચંડીગઢમાં ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન આપવામાં આવ્યો હતો.
 
જોકે આ પ્રસ્તાવ પર હાલ ભારતીય કિસાન યુનિયન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.