શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (11:04 IST)

હરિયાણા : બેકાબુ ડમ્પરે મહિલા ખેડૂત આંદોલનકારીઓને કચડ્યા

હરિયાણાના બહાદુરગઢમાં મહિલા ખેડૂતોને એક ટ્રકે કચડી નાખી
 
હરિયાણાના બહાદુરગઢમાં (Bahadurgarh, Haryana)ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં ઝજ્જર રોડ (Jhajjar Road)પર, ડિવાઈડર પર બેઠેલી આંદોલનકારી મહિલા ખેડૂતોને એક ઝડપી ટ્રકે કચડી નાખી હતી. આ અકસ્માતમાં(Accident) ત્રણ મહિલા ખેડૂતોના મોત (Death of three women farmers)થયા છે અને એક મહિલા ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે.ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત નીપજ્યા હતા અને ત્રણની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
 
આ અકસ્માત સવારે 6.30 વાગ્યાની આસપાસ ઝજ્જર રોડ પર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ મહિલાઓ ડિવાઈડર પર બેઠી હતી, ત્યારે એક ઝડપી ટ્રક તેમની ઉપર આવી ચડ્યો હતો. જેના કારણે બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં