બુધવાર, 19 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 22 જુલાઈ 2021 (19:54 IST)

ભારે વરસાદથી કોંકણ રેલ માર્ગ પર ટ્રેન સેવા પ્રભાવિત

Heavy rain in Konkan
મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લામાં કોકણ રેલ માર્ગ પર ટ્રેન સેવાઓને ગુરૂવારે સવારે અહી ભારે વરસાદ અને એક નદીમા પુર આવ્યા પછી સ્થગિત કરવામાં આવી. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ઉપ મહાપ્રબંધક (જનસંપર્ક) બબન ઘાટગેએ જણાવ્યુ કે માર્ગ પર અવરોધને કારણે આઠ ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો. તેમને જતા પહેલા રોકવામાં આવી અથવા રદ્દ કરવામાં આવી છે. 
તેમણે જણાવ્યુ કે ભારે વરસાદ પછી રત્નાગિરિના ચિપલૂન અને કામઠે સ્ટેશન વચ્ચે વશિષ્ઠ નદી પુલ પાસે જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયુ. 
 
ઘાટગેએ કહ્યુ, 'મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ખંડ પર ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે રદ્દ કરવામાં આવી છે. 
 
 કોંકણ રેલ્વે માર્ગને છેલ્લા કેટલાક દિવસોમાં બીજી વખત અસર થઈ છે. 19 જૂને, પણજી પાસે જૂની ગોવા સુરંગમાંથી પાણીનો સ્ત્રાવ થવાને કારણે એક દિવસ માટે સેવાઓ બંધ કરી હતી. કોંકણ રેલ્વેનો મુંબઈ પાસે રોહાથી મંગલુરુ નિકટ આવેલ થોકુર સુધી 756 કિલોમીટર લાંબો રેલ્વે માર્ગ છે.