સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:25 IST)

ચેન્નાઈમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ

Chennai Weather Report
Chennai Rain - દેશના ચાર મહાનગરોમાંના એક અને તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતાએ રૅડ એલર્ટ જાહેર કર્યા પછી શહેરમાં ભારે વરસાદ તો નથી પડ્યો પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને લીધે શહેરમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
 
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને રાહત છાવણીમાં ખસેડવામાં આવી રહ્યા છે. ચેન્નાઈ મૅટ્રોપૉલિટન કૉર્પરેશન તેમના દાણાપાણીની વ્યવસ્થા કરી રહી છે.
 
આપત્તિ નિવારણ વિભાગ અનુસાર 70 રાહત છાવણીઓમાં 2789 લોકોને આશરો આપવામાં આવ્યો છે.
 
ચેન્નાઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને આઠ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
 
કેટલાંક તળાવ પણ છલકાઈ ગયાં છે. પીડબલ્યુડી વિભાગે જાણકારી આપી છે કે 130 તળાવ 75 ટકા ભરાઈ ચૂક્યાં છે જ્યારે 120 તળાવ અડધો અડધ ભરાઈ ગયાં છે.
 
હવામાન ખાતાએ કહ્યું હતું કે, "દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર જે દબાણ બન્યું હતું તે છેલ્લા છ કલાકમાં 12 કિલોમીટરની ગતિથી પશ્ચિમ – ઉત્તર – પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે અને તે જ વિસ્તારમાં થોબી ગયું હતું. 7 ઑક્ટોબરે સવારે એ દબાણ ઉત્તરી તમિનાડુ અને દક્ષિણ આન્ધ્ર પ્રદેશને વટાવશે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી હતી."