રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: પુણે , બુધવાર, 2 ઑક્ટોબર 2024 (09:18 IST)

Pune News - મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોટી દુર્ઘટના, 3 લોકોના મોત, વીડિયો સામે આવ્યો

pune news
pune news

 મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મોટી દુર્ઘટના થઈ છે. બાવધન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ બાવધન વિસ્તારમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ધુમાડામાં સળગી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હેલિકોપ્ટર ઝાડીઓમાં પડ્યું અને આગ લાગી હોવાનું જોવા મળે છે.

પુણેમાં 40 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 24 ઑગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાઇલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાઇલટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.

(Image and video source_X )