1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2024 (15:00 IST)

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનને જામીન મળ્યા

hemant soren
કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનને જામીન મળી ગયા છે.
 
હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.
 
મુખ્યમંત્રી ચંપઈ સોરેનના અંગત મદદનીશ ગુરુપ્રસાદે હેમંત સોરેનને જામીન મળ્યા હોવાની પુષ્ટિ કરી છે.
 
જસ્ટિસ રૉન્ગન મુખોપાધ્યાયની બૅન્ચે આ નિર્ણય આપ્યો છે.
 
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા અનુસાર હેમંત સોરેનનો કોર્ટમાં પક્ષ રાખતા વકીલ પીયૂષ ચિત્રેશે કહ્યું હતું કે, "કોર્ટે 50 હજાર રૂપિયાના બે બૉન્ડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. અમે આજે જ તેમને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
 
ગત જાન્યુઆરીમાં ઈડી દ્વારા સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેઓ લગભગ પાંચ મહિના પછી જેલમાંથી બહાર આવી શકે છે.