બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (16:36 IST)

યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 લોકો દાઝી ગયા

-એક્સપ્રેસ વે પર બસ સાથે અથડાયા બાદ કારમાં આગ
-કારમાં આગ લાગતાં પાંચ લોકો બળીને ભડથું થઈ ગયા હતા
-બસ સાથે કાર ઘૂસી, 5 લોકો દાઝી ગયા


Mathura accident- સોમવારે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર બસ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં પાંચ લોકો બળીને ભડથું થઈ ગયા હતા.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર સવારે આ અકસ્માત થયો હતો.


 
વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, “આ અકસ્માત બસ અને કાર વચ્ચે અથડામણને કારણે થયો હતો. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે બસનું ટાયર ફાટ્યું હતું જેના કારણે તે કાબૂ બહાર ગઈ હતી અને રોડ પર પલટી ગઈ હતી. પાછળથી આવતી કાર બસ સાથે અથડાઈ અને બંને વાહનોમાં આગ લાગી ગઈ.”
 
બસ સાથે કાર ઘૂસી, 5 લોકો દાઝી ગયા
પાંડેએ જણાવ્યું કે બસમાં બેઠેલા લોકો કોઈ રીતે બહાર નીકળી ગયા પરંતુ કારમાં બેઠેલા લોકો બહાર ન આવી શક્યા જેના કારણે તેમાં સવાર પાંચેય લોકો બળીને મરી ગયા.
 
તેમણે કહ્યું કે એક મૃતકની ઓળખ થઈ ગઈ છે અને તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અધિકારીએ કહ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.