સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (19:14 IST)

21 વર્ષની વયમાં કેવા દેખાતા હતા ભગવાન રામ ? AI એ બનાવી તસ્વીર, ક્લિક કરીને જુઓ તેમની મનમોહક તસ્વીર

sri ram
સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામની AI (આર્ટીફિશિયલ ઈંટેલીજેંસ) એ બનાવેલી તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છેકે જ્યારે ભગવાન રામ 21 વર્ષના હતા ત્યારે તો આવા દેખાતા હતા. એક ભગવાનની નોર્મલ તસ્વીર છે જ્યારે કે અન્ય તસ્વીરોમાં તેઓ સ્માઈલ કરતા જ ઓવા મળી રહ્યા છે.  આ બંને તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. 

 
તસ્વીર શેયર કરતા મોટાભાગના લોકો કેપ્શનમાં લખી રહ્યા છે કે વાલ્મિકી રામાયણ, રામચરિતમાનસ સહિત તમામ ગ્રંથોમાં આપવામાં આવેલ વિગત મુજબ આ ભગવાન શ્રી રામચંદ્રજીની AI જનરેટેડ ફોટો છે. તેઓ 21 વર્ષની વયમાં આવા દેખાતા હતા.

ભગવાન રામની મોહક તસવીર જોઈને લોકો કહે છે કે આજ સુધી પૃથ્વી પર આટલો સુંદર કોઈ જન્મ્યુ નથી. એક યુઝરે કહ્યું, 'એઆઈએ ભગવાન શ્રી રામની AI જનરેટેડ તસ્વીર જ્યારે તેઓ 21 વર્ષના હતા. 
 
અન્ય એક યુઝરે કહ્યું, 'વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ સહિત તમામ ગ્રંથોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર  21 વર્ષની ઉંમરે ભગવાન શ્રી રામજીની AI એ જનરેટ તસવીર.' આ જ વાતને પુનરાવર્તિત કરતા ત્રીજા યુઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું કે, 'ભગવાન શ્રી રામ જેટલુ સુંદર કોઈ આજ સુધી પૃથ્વી પર જન્મ્યુ નથી.'

 
લોકો તસ્વીરની પ્રશંસા કરી રહ્યા છે
 
અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ વાયરલ તસવીર કોણે બનાવી છે. પરંતુ આ જોઈને દરેક લોકો વખાણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે  કહે છે, 'ડિજિટલ યુગનો શ્રેષ્ઠ ચમત્કાર, એઆઈએ ભગવાન શ્રી રામચંદ્રજીનો ફોટો જનરેટ કર્યો, જ્યારે તેઓ 21 વર્ષના હતા, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ સહિતના તમામ ગ્રંથોમાં આપવામાં આવેલી વિગતો અનુસાર. જય શ્રી રામ.'