ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (17:36 IST)

પતિ-પત્નીનું ઉંઘમાં જ હાર્ટ એટેકથી મોત

Husband and wife died of heart attack in their sleep
- સૂતી વખતે પતિ-પત્નીને હાર્ટ એટેક આવ્યો
-  બિહારના ગયા જિલ્લામાં એક ઘટના
- બંનેને હાર્ટ એટેક આવ્યો હતો

લગનના સમયે અગ્નિના ચારે બાજુ ફેરા લેતા સમયે દંપત્તી સાત જન્મો સુધી સાથે જીવવા-મરવાની કસમ ખાય છે. પણ વાસ્તવિક જીવનમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. બિહારના ગયા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં રાત્રે સૂતી વખતે પતિ-પત્નીને હાર્ટ એટેક આવ્યો અને બંનેએ એકસાથે દુનિયાને અલવિદા કહી દીધું.
 
રાત્રે સૂતી વખતે બંનેને હાર્ટ એટેક આવ્યો હતો.
મૃતક દિનેશ મિસ્ત્રી (40 વર્ષ) અને પત્ની રિંકુ દેવી (35 વર્ષ) શિલા ગામના રહેવાસી છે. પતિ-પત્ની એકસાથે કુદરતી મૃત્યુ પામે છે એવું જોવા કે સાંભળવું બહુ જ ઓછું છે.
 
મૃતક દંપતીની પુત્રી કાજલ કુમારીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે મમ્મી-પપ્પા જમ્યા અને રૂમમાં સૂવા ગયા. બંનેનું રાત્રે ઊંઘમાં જ કુદરતી મોત નિપજ્યું હતું. રાત્રે તેનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું તે કોઈ જાણતું નથી.