બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (23:03 IST)

17 વર્ષના પતિએ સ્માર્ટફોન માટે 26 વર્ષની પત્નીને 2 લાખમાં વેચી, પોલીસે 55 વર્ષના વ્યક્તિ પાસેથી છોડાવી

ઓડિશામાં પૈસા માટે પત્નીને વેચવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બાલંગીર જિલ્લાના બેલપરામાં 17 વર્ષિય સગીર રાજેશ રાણાએ તેની પત્નીને રાજસ્થાનના 55 વર્ષીય વ્યક્તિને 1 લાખ 80 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.
 
બેલપડાના ઈન્સ્પેક્ટર બુલુ મુંડાએ જણાવ્યું કે 26 વર્ષીય મહિલાને કોઈ રીતે તેને ખરીદનાર વ્યક્તિથી બચાવી લેરાજેશે તેને રાજસ્થાનના બારાં જિલ્લામાં વેચી હતી. મહિલાને બચાવવામાં પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહિલાનુ રેસ્ક્યુ કરવા આવેલી પોલીસને ગ્રામજનો રસ્તામાં જ રોકી લીધા. તેમણે કહ્યુ કે તેમણે મહિલાને પૈસા આપીને ખરીદી હતી.
 
 
લગ્નના એક મહિનામાં જ પત્નીને વેચી નાખી 
બંનેએ આ મહિને જુલાઈમાં લગ્ન કર્યા હતા. પતિએ ઓગસ્ટમાં નબળી આર્થિક સ્થિતિનું કારણ આપીને પત્નીને ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે  સમજાવી. બંને રાયપુર થઈને ઝાંસી પહોંચ્યા. રાજેશે તમામ પૈસા સ્માર્ટફોન ખરીદવા અને ખાવા પર ખર્ચી નાખ્યા. આ પછી તે તેના ગામ પરત ફર્યો અને પરિવારને છોકરીના ભાગી જવાની ખોટી સ્ટોરી સંભળાવી. 
 
મહિલાના પરિવારે રાજેશની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો તેથી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસને કોલ રેકોર્ડ ચેક કર્યા, ત્યારે તેમને રાજેશની વાર્તામાં ગડબડ મળી. પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેણે તેની પત્નીને વેચી દીધી હતી. આ પછી બાલાંગીર પોલીસની એક ટીમ બાંરા પહોંચી અને મહિલાને મુક્ત કરી. પોલીસે 17 વર્ષીય રાજેશને સુધાર ગૃહમાં મોકલ્યો છે, જ્યારે મહિલાને તેના માતા-પિતાની પાસે મોકલવામાં આવી છે.