સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (15:34 IST)

Google ગુજરાતમાં બનાવશે જિયો-ગૂગલનો સ્માર્ટફોન, પ્લાંટના લોકેશન માટે ધોલેરા પહોચ્યા કંપનીના અધિકારી

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ પોતાની 44મી એનુઅલ મીટિંગ ગ્રુપ (એજીએમ)માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન જિયોફોન નેકસ્ટ લોંચ કરવાનુ એલાન કર્યુ છે. આ ફોનને રિલાયંસે ગૂગલ સાથે મળીને તૈયાર કર્યુ છે.  બીજી બાજુ આ વિશે ગુજરાત સરકારે વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગૂગલ આ સ્માર્ટફોનનુ પ્રોડક્શન ગુજરાતમાં કરી શકે છે. કારણ કે થોડા સમય પહેલા જ ગૂગલના અધિકારી પ્લાંટ લગાવવા માટે ગુજરાતમાં લોકેશન જોવા પહોંચ્યા હતા. 
 
ધોલેરા સ્પેશ્યલ ઈંવેસ્ટમેંટ રીઝનનો કર્યો હતો પ્રવાસ 
 
નામ જાહેર ન કરવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, ગૂગલના કેટલાક અધિકારીઓ તાજેતરમાં જ ગુજરાત પહોંચ્યા હતા. તેમણે ધોલેરા સ્પેશ્યલ ઈંવેસ્ટમેંટ રીઝ ન રોકાણ ક્ષેત્ર (ધોલેરા SIR) ની મુલાકાત લીધી હતી. બીજી  ધોલેરામાં ચાલી રહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું 80%  ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને તેના કારણે ગુજરાત સરકાર દેશ અને દુનિયાની ઘણી કંપનીઓ માટે પણ ધોલેરાને પ્રોત્સાહન આપી રહી છે.
 
કોરોના પછી ગુજરાતમાં કોઈ કંપની નથી આવી 
 
ઉલ્લેખનીય છે કે, કોરોના સમયગાળા પછી કોઈ મોટી કંપનીએ ગુજરાતમાં રોકાણ કર્યું નથી. કોવિડને કારણે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન નથી કરાયું. આને કારણે રાજ્ય સરકાર ગુગલને રાજ્યમાં લાવવાનો પણ પ્રયાસ કરી રહી છે. જો કે, પ્લાન્ટ માટે ગૂગલ ગુજરાતમાં કેટલું રોકાણ કરી શકે છે તે હજુ સુધી જાહેર થયું નથી.
 
ગૂગ્લ-જિયો સ્માર્ટફોન ફક્ત ભારત માટે તૈયાર કરવામાં આવ્યો 
 
ઉલ્લેખનીય છે કે ગૂગલના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ AGM એજીએમ ખાતેના નવા સ્માર્ટફોન વિશે જણાવ્યું હતું કે 'અમારું આગલું પગલું ગૂગલ અને જિઓ દ્વારા સસ્તી કિમંતના જિયો સ્માર્ટફોનની શરૂઆત કરવઆનો છે. આ ભારત માટે બનાવવામાં આવ્યું છે અને તે લાખો લોકો માટે નવી શક્યતાઓના દરવાજા ખોલશે જેઓ પ્રથમ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જિઓ વચ્ચે નવી 5 જી ભાગીદારી એક અબજથી વધુ ભારતીયોને ઝડપથી ઇન્ટરનેટથી કનેક્ટ થવામાં મદદ કરશે. આનાથી ભારતના ડિજિટલાઇઝેશનમાં પણ મદદ મળશે.
 
રિલાયંસ જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલનુ 33,737 કરોડ રૂપિયાનુ રોકાણ 
 
કોરોનાને કારણે બગડતી અર્થવ્યવસ્થા વચ્ચે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ આર્મ જિઓ પ્લેટફોર્મ્સેમા લગભગ 1.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે.ગયા વર્ષે જુલાઈમાં, ગૂગલે પણ 33,737 કરોડનું રોકાણ કરીને કંપનીમાં 7.73% હિસ્સો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ફેસબુકના 45,000 કરોડ રૂપિયા પછી રિલાયન્સનું આ બીજું સૌથી મોટું રોકાણ છે.મુકેશ અંબાનીએ જાહેરાત કરી છે કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેની કિમંત ખૂબ વ્યાજબી રહેશે. આ સ્માર્ટફોન  ગણેશ ચતુર્થી (10 સપ્ટેમ્બર) થી માર્કેટમાં અવેલેબલ રહેશે.  ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાનીએ કહ્યુ હતુ કે અમારુ લક્ષ્ય દેશને 2G મુક્ત અને 5G યુક્ત બનાવવાનુ છે.