1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (18:06 IST)

અમદાવાદમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પોસ્ટર સળગાવાયા

ભારત ચીન સીમા પર સૈનિકો વચ્ચે ઘર્ષણ તથા દેશના સૈનિકો શહીદ થવાની ઘટનાથી નારાજ અમદાવાદના યુવાનોએ એ ઘણી જગ્યાએ ચાઇનાના વિરોધમાં પ્રદર્શન કર્યું તથા ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગના ફોટા તથા ચાઇનાનો રાષ્ટ્રધ્વજ સળગાવ્યો હતો. યુવાનોએ ચાઇના બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય કર્યો હતો. 
 
યુવા ફાઉન્ડેશન તથા અન્ય નાગરિક સંગઠનોના કાર્યકર્તાઓએ અમદાવાદના બાપુનગરમાં સ્થાનિક લોકોએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ફોટા અને પૂતળા તથા ચાઇના બનાવટના સામાન સળગાવી ચીન પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. 
 
યુવા કાર્યકર્તઓએ સીમા પર ભારતના જવાનો શહીદ થયા છે તે માટે દુખ વ્યક્ત કર્યું હતું. યુવા ફાઉન્ડેશનના કાર્યકર્તા રાહુલ દેસાઇ તથા રાહુલ દેસાઇ તથા અન્યને શ્રદ્ધાંજલિ આપી તથા ચાઇના બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. ગલવન ઘાટી પાસે મંગળવારે ચીની સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ ઝપાઝપી દરમિયાન 43 ચીની સૈનિકો પણ ઠાર માર્યા છે.