સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (12:07 IST)

Corona Update India - કોરોનાની ગતિ ધીમી, પણ મોત વધુ, નવા કેસ 72 દિવસમાં સૌથી ઓછા, મોત 4 હજારના નિકટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 હજાર 421 નવા કેસ આવ્યા છે. 31 માર્ચ પછીથી અત્યાર સુધીના સૌથી ઓછા નવા કેસ આવ્યા છે. જો કે આ દરમિયાન મોતના આંકડા હજુ પણ 4 હજારના લગભગ રહ્યો. છેલ્લા એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3 હજાર 921 સુધી પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે આ સમયમાં  1 લાખ 19 હજાર 501 દર્દીઓએ કોરોનને હરાવ્યો પણ છે. 

 
હવે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ પણ 10 લાખથી નીચે આવી ગયા છે. હાલ ભારતમાં કોરોનાના 9,73,158  સક્રિય મામલા છે. આ સાથે હવે દેશમાં ક્રોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  2,95,10,410 થઈ ગઈ છે. બીજી બાજુ સંક્રમણે અત્યાર સુધી 3,74,305 દર્દીઓનો જીવ લીધો છે. 
 
જે પાંચ રાજ્યોમાં અગાઉ 24 કલાકની અંદર સૌથી વધુ મામલા નોંધાયા છે. તેમા સૌથી ઉપર તમિલનાડુ છે. ત્યારબાદ કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. નવા મામલામાં 71.88 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી અઅવ્યા છે. ફક્ત તમિલનાડુમાંથી જ 19.9 ટકા નવા કેસ નોંધાયા છે. 
 
આઈએમઆરના મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 લાખ 92 હજાર 152 નમૂના તપાસવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 37 કરોદ 96 લાખ 24 હજાર સેમ્પલની ચકાસણી થઈ ચુકી છે.